આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. માર્કેટમાં ભારે વેચવાલી વચ્ચે નીચલી સર્કિટ લાગી. નિફ્ટી 12 વર્ષમાં પહેલીવાર નીચલી સર્કિટ લાગી. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું એન જે એડવાઈઝરીના સીઈઓ આનંદ શાહ પાસેથી.
આનંદ શાહનું કહેવુ છે કે આ પહેલી વાર નથી કે વાયરસને લઇને માર્કેટમાં ડર હોય. એફઆઈઆઈએસ રોકાણકારો માટે ખરીદીની તક. પહેલા અર્થતંત્રમાં સ્થિરતા આવે પછી માર્કેટમાં સ્થિરતા આવવી જોઇએ.
આનંદ શાહના મતે બ્લુ ચીપમાં રોકાણ કરવાની સલાહ છે. ઇક્વિટીમાં એલોકેશન વધારવાની સલાહ છે. પેનીક માર્કેટમાં કરેલું રોકાણ 1 વર્ષમાં વેલ્થ ક્રિએટ કરી શકે છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ઘટાડો આવશે.