રાજ્યમાં દારૂબંધીના કડક કાયદાની ગુલબાંગો ફેકતી રાજ્યસરકાર સામે છેલ્લા 24 કલાકમાં ઘટેલી બે ઘટનાએ પડકાર ફેંક્યો છે. દારૂની પાર્ટીઓની તસવીરોથી ગુજરાત કલંકીત થઈ રહ્યુ છે તો આ મુદ્દે રાજનીતિ પણ તેજ બની છે.
રાજ્યમાં દારૂબંધીના કડક કાયદાની ગુલબાંગો ફેકતી રાજ્યસરકાર સામે છેલ્લા 24 કલાકમાં ઘટેલી બે ઘટનાએ પડકાર ફેંક્યો છે. દારૂની પાર્ટીઓની તસવીરોથી ગુજરાત કલંકીત થઈ રહ્યુ છે તો આ મુદ્દે રાજનીતિ પણ તેજ બની છે.
એક બાજુ સરકાર દારૂબંધીના કાયદાઓ કડક બનાવી રહી છે તો બીજી બાજુ છાશવારે દારૂ પકડાવાની અને દારૂ પીતા પકડાવાની ઘટનાઓ ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં દારૂ પાર્ટીની બે મોટી ઘટના સામે આવતા રાજ્યાં નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યાં છે. રાજ્યમાં દારૂબંધીના નામ પર કલંક લગાવતી એક બાદ એક તસવીરો સામે આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી કહી રહ્યા છે કે દારૂબંધી અંગે સરકારનું વલણ સખત છે, કડક કાર્યવાહી થશે.
દારૂબંધીને લઈ ખુદ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ભ્રષ્ટ અધિકારીઓ પર કડક કાર્રવાઈની અપીલ કરી રહ્યા છે.
દારૂબંધીની અમલવારીને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ કહી રહી છે કે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થઈ રહી છે, પણ સરકાર મૂક પ્રેક્ષક બની રહી છે.
ગુજરાતમાં દારૂબંધીના કાયદાના ધજાગરા થઈ રહ્યા છે ત્યારે હરહંમેશની જેમ સરકાર કડક કાર્રવાઈની વાત કરી રહી છે. ત્યારે જરૂરી છે કે દારૂની હેરાફેરી અને બુટલેગરો પર કડક કાર્રવાઈ થાય અને જવાબદાર અધિકારીઓ સામે પણ પગલા લેવામાં આવે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.