મહેસાણા પંથકમાં પણ કેટલીય એવી મહિલાઓ છે જેઓ સરકારની યોજનાઓનો લાભ લઇને પગભર બની હોય. એક સમયે મજુરી કામ કરીને પેટીયુ રળતી મહિલાઓ આજે આર્થિક રીતે સ્વાવલંબી બની છે.
જ્યુસ બનાવતી મહિલાના આ દ્રશ્યો પુરુષ સમોવડી બની રહેલી મહિલાઓનું ઉત્તમ ઉદાહરણ છે.
જ્યારથી રાજ્યની કમાન વિજય રુપાણી સરકારે સંભાળી છે ત્યારથી ઉત્તરોતર મહિલાઓના વિકાસની ચિંતા કરી છે. નવી-નવી યોજનાઓ લાવીને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર તત્પર હોય છે. રાજ્યની મહિલાઓ જમાના સાથે તાલથી તાલ મેળવીને ચાલે અને પગભર બને તે માટે સરકાર અનેક રીતે મદદરૂપ થાય છે.
જરા જુઓ આ દ્રશ્યો. આ છે મહેસાણાના હીનાબેન સથવારા. જેઓ પહેલા લોકોના ઘરે મજૂર કામ કરતા હતા. પરંતુ હવે તેઓ કોઇના પર નિર્ભર નથી. કારણ કે સરકારની યોજનાનો લાભ લઇને તેઓ આજે બની ગયા છે પગભર. મિશન મંગલમ યોજના અંતર્ગત તેઓએ બે લાખ 82 હજારની લોન લીધી. જેમાં તમને સરકાર તરફથી 40 ટકા સબસિડી પણ મળી. લોન અને સબસિડીના સહારે હીનાબેને એક દુકાનની શરૂઆત કરી.
રાજ્ય સરકારે મહિલાઓને પગભર બનાવવા અનેક યોજનાઓ અમલમાં મુકી છે. આવી જ યોજનાઓનો લાભ લઇને હીનાબેન જેવા લાભાર્થીઓ પુરુષોના કદમથી કદમ મીલાવતા થયા છે. મહેસાણા ના ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા હાલ દરેક વર્ગ માટે યોજનાઓ લાવી છે. તેમાં પણ મહિલાઓ પણ અનેક યોજનાઓ સરકાર દ્વારા બનાવવામાં આવો છે જેમાં સ્વ સહાય જૂથ યોજના અંતગત મહેસાણામાં 12000 સ્વ સહાય જૂથ બનાવવામાં આવ્યા છે. જે એક જૂથમાં ઓછામાં ઓછી 10 મહિલાઓનો સમાવેશ કરવામા આવે છે.
આ ઉપરાંત જુદા-જુદા પ્રકારના ગૃહઉદ્યોગો પણ શરુ કરાયા છે. જેના થકી મહિલાઓ આર્થિક રીતે પગભર થઇ શકે.
મહિલાઓ માનભેર જીવી શકે. ગુમાનભેર રહી શકે તે માટે રાજ્યની રૂપાણી સરકારે અનેક વિધ સહાય કરી રહી છે. ક્યારેક યોજનાઓ થકી તો ક્યારેક લોન અને સબસિડી સાથે મહિલાઓના સર્વાંગી વિકાસનું જાણે કે બીડું ઝડપ્યું હોય એમ રાજ્ય સરકાર મહિલાઓની મદદ માટે તત્પર હોય છે.