યસ બેન્ક માટે RBI દ્વારા તૈયાર કરવામાં આવેલા રેસક્યુ પ્લાનને ગઇકાલે કેબિનેટ તરફથી મંજૂરી મળી હતી. ત્યાર બાદ ICICI બેન્કના બોર્ડ દ્વારા એક હજાર કરોડનું રોકાણ યસ બેન્કમાં કરવાની મંજૂરી મળી ગઈ છે. ICICI બેન્ક 100 કરોડ શેર્સ ₹10ના ભાવે લેશે. સાથે જ એક્સિસ બેન્ક દ્વારા પણ 600 કરોડ રૂપિયાના રોકાણની મંજૂરી મળી ગઈ છે. HDFC બેન્ક પણ 1000 કરોડ રૂપિયાનું રોકાણ યસ બેન્કમાં કરી શકે છે.
RBIએ આપેલા રસબેન્કના રેસ્ક્યુ પ્લાનને મળી મંજૂરી. આજે કેબિનેટની બેઠકમાં આપવામાં આવી મંજૂરી.
ICICI બેન્કના બોર્ડે યસ બેન્કમાં આપી રોકાણની મંજૂરી. ₹10 પ્રતિ શેરના ભાવ 100 કરોડ શેર્સ લેશે ICICI બેન્ક. ₹1000 કરોડનું રોકાણ કરશે ICICI બેન્ક. 5% કરતા વધુનો હિસ્સો રોકાણ બાદ લઈ શકે.
એક્સિસ બેન્કના બોર્ડ તરફથી પણ રોકાણને મંજૂરી. ₹600 કરોડ જેટલું એક્સિસ બેન્ક રોકાણ કરશે.
નાણાં મંત્રીએ કહ્યું 3 દિવસના નોટિફિકેશન બાદ મોરિટોરિયમ હટાવી દેવાશે. નવું બોર્ડ મોરેટોરિયમના પૂર્ણ થયાના 7 દિવસમાં બનશે. SBIના ઓછામાં ઓછા બે સભ્યો બોર્ડમાં હશે. મોટોરિયમ પૂર્ણ થયા બાદ એડમિનિસ્ટ્રેટર પદ છોડશે.