તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર - be unaware of this today is foremost share | Moneycontrol Gujarati
Get App

તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 01:08:42 PM Mar 17, 2020 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    યસ બેન્ક પર મુડિઝ -
    મુડિઝે યસ બેન્ક પર રેટિંગ ઘટાડી છે. લાંબાગાળા માટે ફૉરેન કરંસી રેટિંગ વધારી. રેટિંગ Caa3થી વધારીને Caa1 કરી. બેન્કનું આઉટલુક બદલીને પોઝિટીવ કર્યું.

    યસ બેન્કે મોકલ્યું સમન -
    EDએ યસ બેન્કથી લોન લેનારાઓને સમન મોકલ્યું. DHFLના પ્રમોટર્સે 17 માર્ચે હાજર થવુ પડશે. Essel Groupના સુભાશ ચન્દ્રાની 18 માર્ચે હાજરી. જેટ એરવેઝના નરેશ ગોયલ પણ 18 માર્ચે હાજર રહેશે. અનિલ અંબાણી 19 માર્ચે હાજર થશે. થોમસ કુકના પિટર કેરકરની પણ 19 માર્ચે હાજરી.

    ડેલ્ટા કૉર્પ -
    ગોવામાં તમામ નાઈટ ક્લબ, કસીનો 31 માર્ચ સુધી બંધ. સરકારે આપ્યા નાઈટ ક્લબ, કસીનો બંધ રાખવાના આદેશ.

    ઑટો સેક્ટર -
    FADA સુપ્રિમ કોર્ટમાં અરજી કરશે. BS-IV વાહનોના વેચાણ માટે વધુ સમય માગશે. BS-IV વાહનોના રજિસ્ટ્રેશન માટે વધુ સમય માગશે. 31 મે સુધી સમય વધારવા માગ કરશે. ઘણાં ડિલર્સ પાસે છે વણવેચાયેલી ઈન્વેન્ટરી. કોરોના વાયરસેને કારણે વેચાણ પર અસર છે.

    જુબિલન્ટ ફૂડવર્કસ -
    પ્રિપેડ ઓર્ડર પર ઝીરો કોન્ટેક્ટ ડિલીવરી શરૂ કરી.

    માર્કેટ પર મોર્ગન સ્ટેનલી -
    FY21: અર્નિંગ ફોરકાસ્ટ 10% થી વધુ ઘટ્યું. સેન્સેક્સ માટે 2020નો લક્ષ્યાંક 36000 રાખ્યો છે. ફંડામેન્ટલ્સ અંગે અનિશ્ચિતતા. સ્થિતિ અને કિંમતો ઘણાં આકર્ષક છે.

    ગુજરાત ગેસ પર મોર્ગન સ્ટેનલી -
    મોર્ગન સ્ટેનલીએ ગુજરાત ગેસ ફોકસ લિસ્ટમાંથી બહાર કાઢયુ. ગોદરેજ કન્ઝ્યુમરને ફોકસ લિસ્ટમાં ઉમેર્યો.

    આઈટી પર મોર્ગન સ્ટેનલી -
    મોર્ગન સ્ટેનલીએ આઈટી પર ઈન્ડસ્ટ્રીને ડાઉનગ્રેડ કરીને ઈનલાઈન મત રાખ્યો છે.

    ટીસીએસ પર મોર્ગન સ્ટેનલી -
    મોર્ગન સ્ટેનલીએ ટીસીએસ પર લક્ષ્યાંક 2100 થી ઘટાડી 1925 રાખ્યો છે.

    ઈન્ફોસિસ પર મોર્ગન સ્ટેનલી -
    મોર્ગન સ્ટેનલીએ ઈન્ફોસિસ પર લક્ષ્યાંક 900 થી ઘટાડી 750 રાખ્યો છે.

    એચસીએલ ટેક પર મોર્ગન સ્ટેનલી -
    મોર્ગન સ્ટેનલીએ એચસીએલ ટેક પર લક્ષ્યાંક 640 થી ઘટાડી 525 રાખ્યો છે.

    વિપ્રો પર મોર્ગન સ્ટેનલી -
    મોર્ગન સ્ટેનલીએ વિપ્રો પર લક્ષ્યાંક 240 થી ઘટાડીને 195 રાખ્યો છે.

    ટેક મહિન્દ્રા પર મોર્ગન સ્ટેનલી -
    મોર્ગન સ્ટેનલીએ ટેક મહિન્દ્રા પર લક્ષ્યાંક ઘટાડીને 755 રાખ્યો છે.

    સિટી ગેસ કંપની પર જેફરિઝ -
    જેફરિઝે સિટી ગેસ કંપની પર LNGના ઓછા ભાવની માર્જિન પર અસર રહેશે. MGL અને IGL કરતા ગુજરાત ગેસને વધુ ફાયદો. MGL અને IGL રોકાણ માટે પસંદ છે.

    ગેસ કંપની પર મોર્ગન સ્ટેનલી -
    મોર્ગન સ્ટેનલીએ ગેસ કંપની પર સસ્તા ઓઈલથી ગેસની માગ નબળી બનશે. કોરોના વાયરસ એક મોટો પડકાર છે. લક્ષ્યાંક ₹301 થી ઘટાડીને ₹210 આપ્યા. પેટ્રોનેટ એલએનજી પર લક્ષ્યાંક ₹304 આપ્યા.

    ફાઈનાન્શિયલ પર એમએફ -
    આવી સ્થિતીમાં લાર્જ પ્રાઈવેટ બેન્ક સારી છે. ટૂંકાગાળે વોલેટાલિટી ઘણી જોવા મળી શકે. આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેન્ક રોકાણ કરી શકાય.

    ફાઈનાન્શિયલ પર ક્રેડિટ સુઇસ -
    ક્રેડિટ સુઇસે ફાઈનાન્શિયલ પર COVID 19ના કારણે વૈશ્વિક ગ્રોથ પર અસર છે. ક્રૂડના ઘટાડાથી ભારતને ફાયદો. પરંતુ એનર્જી અને મટેરિયલ સેક્ટર પર અસર છે. પોલિસી રેટમાં ઘટાડીથી NIMમાં દબાણ આવશે. એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેન્ક પસંદ છે.

    ભારતી એરટેલ/વોડાફોન -
    SC 17 માર્ચે AGR મામલે સુનાવણી કરશે નહી. કોરોના વાયરસના કારણે સુનાવણી નહી.

    હોટેલ્સ અને એરલાઈન્ટ પર ફોકસ -
    દેશમાં ASIના તમામ સ્મારક 31 માર્ચ સુધી બંધ છે. કેન્દ્રની નવી ટ્રાવેલ એડવાઈઝરી પાસેથી પણ સેન્ટિમેન્ટ નબળા છે.

    લાસા સુપરજેનરિક્સ લિમિટેડ -
    કંપનીએ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નોલોજી, મુંબઈ સાથે કરાર કર્યા. કોરોના વાયરસની દવા બનાવવા માટે કરાર. LASA APIની દિગ્ગજ કંપની છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Mar 17, 2020 8:56 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.