Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

NTPC રિન્યુએબલ એનર્જીએ ગુજરાત સરકાર સાથે MoU કર્યા. NTPC ગ્રીન એનર્જીની સબ્સિડરી કંપની છે NTPC રિન્યુએબલ એનર્જી. 15 GW રિન્યુએબલ પ્રોજેક્ટ્સ ડેવલપ માટે MoU કર્યા. મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન કરાર કર્યા.

અપડેટેડ 09:03:35 AM Oct 10, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

TCS

એક દિવસ પહેલા, કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. જુલાઈ-સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં, એકીકૃત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 8.4% વધીને ₹12,904 કરોડ થયો. આવક 2.4% વધીને ₹65,799 કરોડ થઈ, EBIT 7.1% વધીને ₹16,565 કરોડ થઈ, અને EBIT માર્જિન 25.17% સુધી વિસ્તર્યું.


Tata Elxsi

સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં નફો વાર્ષિક ધોરણે 32.5% ઘટીને ₹154.8 કરોડ થયો. આવક 3.9% ઘટીને ₹918.1 કરોડ થઈ.

Mahindra & Mahindra

વર્ષના આધાર પર કુલ સેલ્સ 14% વધી 97744 યુનિટ રહ્યા. વર્ષના આધાર પર એક્સપોર્ટ 44% વધી 4458 યુનિટ રહ્યા. વર્ષના આધાર પર ઉત્પાદન 24.4% વધી 99758 યુનિટ રહ્યા.

Tata Motors

NCLT પાસેથી મંજૂરી મળી. કંપનીની રિ-સ્ટ્રક્ચરિંગ સ્કીમ માટે NCLT પાસેથી મંજૂરી મળી. 1 ઓક્ટોબર 2025થી રિ-સ્ટ્રક્ચરિંગ સ્કીમ પ્રભાવિત કરી છે. NCLT મુંબઈની મંજૂરી બાદ રી-સ્ટ્રક્ચરિંગ સ્કીમ પ્રભાવિત કરી છે. TMLCV અને TMPV રી-સ્ટ્રક્ચરિંગ કરી. ટાટા મોટર્સના 1 શેર પર 2 ફેસ વેલ્યુ વાળો TMLCVનો 1 શેર મળશે. રેકોર્ડ ડેટ 14 ઓક્ટોબર 2025 છે. કમર્શિયલ વ્હીકલ બિઝનેસ TMLCVમાં ડિમર્જર કર્યું. સ્કીમ હેઠળ TMPVને ટાટા મોટર્સમાં મર્જ કરવામાં આવ્યું.

Natco Pharma

દિલ્હી HCએ સ્વિસ ફાર્મા કંપનીની અપીલ ફગાવી દીધી. કંપનીનો જેનેરિક Risdiplam લોન્ચ કરવાનો માર્ગ મોકળો. કંપની ભારતમાં Risdiplamની કિંમત ₹15,900/ બોટલ રહેશે. Rocheએ Risdiplam દવા પર અસ્થાયી પ્રતિબંધ માટે અપીલ કરી હતી. Roche પાસે ભારતમાં Risdiplam માટે પેટેન્ટ છે. Rocheએ 2035 સુધી માન્ય હોવાનો દાવો કર્યો હતો.

5Paisa Capital

સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 56.7% ઘટીને ₹9.5 કરોડ થયો. આવક 23.4% ઘટીને ₹77.2 કરોડ થઈ.

NTPC Green Energy

NTPC રિન્યુએબલ એનર્જીએ ગુજરાત સરકાર સાથે MoU કર્યા. NTPC ગ્રીન એનર્જીની સબ્સિડરી કંપની છે NTPC રિન્યુએબલ એનર્જી. 15 GW રિન્યુએબલ પ્રોજેક્ટ્સ ડેવલપ માટે MoU કર્યા. મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન કરાર કર્યા.

NTPC

ગુજરાત સરકાર સાથે MoU કર્યા. પરંપરાગત અને બિનપરંપરાગત ઉર્જા ક્ષેત્રોમાં વધુ તકો માટેના MoU મળ્યા છે.

GMDC

સિન્ટર્ડ રેર અર્થ મેગ્નેટના ઉત્પાદન વધારવા માટે ભારત ₹7350 કરોડની યોજના શરૂ કરવાના અંતિમ તબક્કામાં છે.

Afcons Infrastructure

સિવિલ અને અલાઈડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક માટે ₹576 કરોડનો ઓર્ડર મળ્યો.

Lloyds Engineering Works

FlyFocus સાથે UAV ‘Defender’ ડેવલપ કરા માટે MoU કર્યા.

Rajesh Power Services

ગુજરાત સરકાર સાથે ₹4754 કરોડના પ્રોજેક્ટ્સ માટે MoU સાઇન કર્યા. પ્રોજેક્ટ દ્વારા રાજ્યામાં 33 હજાર નોકરીઓની તક ઉભી થશે.

Sri Lotus Developers & Realty

બોર્ડ તરફથી મંજૂરી મળી. બોર્ડે પાંચ સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓની રચનાને મંજૂરી આપી. દરેક બિઝનેસ વિસ્તરણ માટે ₹100 કરોડ સુધીના રોકાણની યોજના છે.

Railtel

કર્ણાટક સરકાર પાસેથી ₹18 કરોડનો LoI મળ્યો.

Aptech Ltd

રાજ્ય સરકાર પાસેથી ₹24.77 કરોડનો વર્ક ઓર્ડર મળ્યો. કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ યોજવા માટેનો ઓર્ડર મળ્યો.

Subex Ltd

ડચની અગ્રણી ટેલિકોમ ઓપરેટર સાથે ₹54.95 Crના 6 વર્ષ માટે કરાર કર્યા. MVNO બિલિંગ અને હોલસેલ પાર્ટનર સેટલમેન્ટ પ્લેટફોર્મ પહોંચાડવા માટે કરાર કર્યા. 99% SLA કમ્પ્લાયન્સ લક્ષ્ય સાથે કંપનીના UK ડેટા સેન્ટરમાંથી એન્ડ-ટુ-એન્ડ મેનેજ્ડ સેવાઓનો સમાવેશ થાય છે.

Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર

MoneyControl News

MoneyControl News

First Published: Oct 10, 2025 9:03 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.