ગુજરાતને કલંકિત કરતી બળાત્કારની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. છેલ્લા એક અઠવાડીયામાં ગેંગરેપની ચાર ઘટનાઓ બની. રાજકોટમાં પરીણિતા સાથે ગેંગરેપની ફરિયાદ નોંધાઈ છે. તો ગૃહમાં રજૂ થયેલા આંકડાઓ સલામત ગુજરાતની પોલ ખોલી રહ્યા છે.
ગુજરાતને કલંકિત કરતી બળાત્કારની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. છેલ્લા એક અઠવાડીયામાં ગેંગરેપની ચાર ઘટનાઓ બની. રાજકોટમાં પરીણિતા સાથે ગેંગરેપની ફરિયાદ નોંધાઈ છે. તો ગૃહમાં રજૂ થયેલા આંકડાઓ સલામત ગુજરાતની પોલ ખોલી રહ્યા છે.
રાજ્યમાં સ્ત્રીઓ પર અત્યાચારની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ગેંગરેપના વધી રહેલા કેસ ગુજરાતને કલંકિત કરી રહ્યા છે. તેમાં પણ છેલ્લા એક અઠવાડીયામાં ગેંગરેપની ચોથી ઘટનાથી ગુજરાત શર્મસાર થયું છે.
રવિવારે જ બનાસકાંઠા અને સુરતમાંથી એક-એક કિસ્સા સામે આવ્યા હતા. તો એ પહેલા રાજકોટ જિલ્લામાં પણ ગેંગરેપની ઘટના સામે આવી હતી. રાજકોટવાળા કિસ્સામાં તો ભાજપના નેતાની સંડોવણી પણ સામે આવી હતી. ત્યારે રાજકોટમાં વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે. રાજકોટમાં પરીણિતા સાથે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.
કેટરિંગના બહાને જેતપુરની મહિલાને રાજકોટ બોલાવી ફ્લેટ પર લઈ જઈ ત્રણ સ્ખશોએ દુષ્કર્મ આચર્યુ. પીડિતાએ અભયમથી પોલીસને જાણ કરતા ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓને પકડમાં લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ જિલ્લામાં હાલમાં જ નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદમાં ભાજપ અગ્રણી અને તેના મિત્રો હજુ પણ પોલીસ પકડથી દુર છે.
તો અમદાવાદમાં પણ સગીરાના મિત્રએ પ્રેમ સંબંધમાં શારીરિક સંબંધો બાંધી વીડિયો વાયરલ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. પ્રેમીએ વીડિયો મિત્રોને મોકલ્યો હતો. ફરિયાદ મુજબ મિત્રો પણ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા હતા. અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. તો પ્રેમીના મિત્રોએ જ કેટલાક વીડિયો વાયરલ કર્યા હતા. આ ઘટનામાં પોલીસે અલગ અલગ ફરિયાદ નોંધીને ચાર સામે ગુનો નોંધ્યો છે.
દેશમાં સ્ત્રીઓ માટે સલામત ગણાતા ગુજરાતની છબી દિવસેને દિવસે ખરડાઈ રહી છે. વિધાનસભા ગૃહમાં થયેલી ચર્ચા મુજબ રાજ્યમાં બે વર્ષમાં બળાત્કારના 2720 કેસ નોંધાયા છે. તો અપહણના 5897 બનાવ, લૂંટના 2451 બનાવો, ખુનના 2034, જ્યારે રાયોટિંગના 3305 ગુના નોંધાયા છે. આ આંકડા સલામત ગુજરાત સામે સવાલ કરી રહ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.