કોરોનાવાયરસે આખા દુનિયામાં તેના કહેરથી હાહાકાર મચાવ્યો છે. વાયરસના કારણે 3000થી વધુ લોકોના મૃત્યુ થયા છે જ્યારે 88000થી વધુ લોકોને અસર પહોંચી છે. અમેરિકાએ આ વાયરસના કારણે હજૂ એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરી છે. ભારતમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.
કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ દિલ્હીમાં જ્યારે એક કેસ તેલંગણામાં સામે આવ્યો છે. દિલ્હીનો વ્યક્તિ ઇટલીના પ્રવાસ પર જઇને આવ્યા હતા જ્યારે તેલંગણાનો વ્યક્તિ દુબઇ પ્રવાસથી પરત આવ્યા છે. કેરળના મુખ્યમંત્રીએ વિદેશ મંત્રાલયને ઇરાનમાં ફસાયેલા 100 ભારતીય માછીમારોને બચાવવા માટે પત્ર લખ્યો છે.
આ પહેલા ઇરાનના તેહરાનમાં ફસાયેલા 300 કાશ્મીરી વિદ્યાર્થીઓએ બચાવવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે. કુલ 68 દેશોમાં આ વાયરસ તેનો કહેર વર્તાવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના પ્રમાણે પુરતી સુવિધા સાથે લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.