દિલ્હી, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કેરળમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે. જેના કારણે હવે ભારતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 43 પર પહોંચી છે જેમાંથી 3 લોકો સારવાર બાદ ભયથી બહાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધનએ દિલ્હીમાં તૈયારીઓની સમીક્ષા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને LG અનિલ બેજલ સાથે બેઠક કરી. કતારે 14 દેશોથી આવનારી ફ્લાઇટો પર પ્રતિબંધ લગાવી દીધો છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. 3800થી વધુ લોકોનું આ વાયરસના કારણે મૃત્યુ થયું છે જ્યારે 1 લાખ 8 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.