ચીનમાં હવે કોરોનાવાયરસના કેસ ઘટવાના શરૂ થયા: નિપુણ મહેતા - corona virus cases have started to decline in china now | Moneycontrol Gujarati
Get App

ચીનમાં હવે કોરોનાવાયરસના કેસ ઘટવાના શરૂ થયા: નિપુણ મહેતા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા પાસેથી.

અપડેટેડ 03:26:18 PM Mar 11, 2020 પર
Story continues below Advertisement

આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડા સાથે શરૂઆત થઈ છે. મિડ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા પાસેથી.

નિપુણ મહેતાનું કહેવુ છે કે કોરોના દર્દીઓની સંખ્યા 103168 થઇ ગઇ છે. દુનિયા ભરમાં અત્યાર સુધી 3507 લોકોના મૃત્યુ થયા છે. ઇટલીમાં દોઢ કરોડ લોકો પર ટ્રાવેલ પ્રતિબંધ કર્યા છે. કોરોના વાયરસ, ક્રુડ તેલ, યસ બેન્કના કારણે માર્કેટમાં નર્વસનેસ છે. માર્કેટમાં નર્વસનેસ વધવાના સંકેત મળી રહ્યા છે. ચીનમાં હવે કોરોનાવાયરસના કેસ ઘટવાના શરૂ થયા છે.

નિપુણ મહેતાના મતે બેન્કને બંધ કરવાના બદલે ડિપોઝિટર્સના નાણા બચાવવા સારા પગલા લેવાયા છે. ક્રૂડ કિંમતોમાં 30 ટકાનો ઘટાડો, $36 પાસે બ્રેન્ટ છે. OPEC+માં ડીલ નહી થવાથી Price War શરૂ છે. ક્રૂડ ઉત્પાદનમાં કાપને લઇને કરાર નહી થયા. OPEC અને સહયોગીઓ વચ્ચે નહી થઇ ડીલ. કોરોનાને ધ્યાનમાં રાખી ઉત્પાદન ઘટાડવા પર સહમતિ નહીં. રશિયાએ ઉત્પાદન ઘટાડવા પર ઇનકાર કર્યો છે.

નિપુણ મહેતાના મુજબ સાઉદી અરામકોના શેર આઈપીઓ પ્રાઇઝની નીચે છે. એસબીઆઈ કેવી રીતે નાણાનું રોકાણ કરશે તે જોવું રહ્યું છે. AT 1 બોન્ડમાં રોકાણ રાઈટ ઓફ કરવાનો આદેશ આરબીઆઈએ આપ્યો છે. સતત 5 વર્ષથી અર્નિંગ ગ્રોથમાં ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટમાં આ અનિશ્વિતતા કાયમી નથી. હેલ્થકેર, ફાર્મા, આઈટી સેક્ટર પર ધ્યાન આપવું જોઇએ.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 09, 2020 10:47 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.