Coronavirus Updates: હેલ્થ મિનિસ્ટરે દેશમાં 28 કેસોની પુષ્ટિ કરી, ઈરાનમાં તપાસ માટે બનશે લેબ - coronavirus updates health minister confirms 28 cases in country lab to be investigated in iran | Moneycontrol Gujarati
Get App

Coronavirus Updates: હેલ્થ મિનિસ્ટરે દેશમાં 28 કેસોની પુષ્ટિ કરી, ઈરાનમાં તપાસ માટે બનશે લેબ

કોરોના વાયરસ પર સરકાર સતર્ક છે અને હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવાનું કહ્યુ છે.

અપડેટેડ 02:01:37 PM Mar 05, 2020 પર
Story continues below Advertisement

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કોરોના પર આજે પ્રેસ કોન્ફ્રેન્સ કરી અને લોકોને ડરવાની બદલે સતર્ક રહેવાનુ કહ્યું. આ પ્રેસ કોન્ફ્રેન્સમાં ભારતમાં સામે આવેલા મામલા પર ચર્ચા થઈ અને તેમણે જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 28 કેસ મળ્યા છે. ત્યારે સુરક્ષાના તૌર પર હોસ્પિટલમાં અલગ વોર્ડ બનાવવાનું કહ્યું છે. તેની સાથે જ હવાઈ મથક વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. તેના માટે અધિકારીઓને જરૂરી નિર્દેશ રજુ કરવામાં આવ્યા છે.

હર્ષવર્ધને આગળ જણાવ્યું કે કોરોના વાયરસ પર સરકારની સતર્ક છે અને હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવાનું કહેવામાં આવ્યુ છે. વિદેશી પ્રવાસીઓની યુનિવર્સલ સ્ક્રિનિંગ થશે. સરકારની યોજના એ છે કે વાયરસની તપાસ માટેના ઇરાનમાં પણ લેબ બનાવશે. દિલ્હીમાં મળેલા દર્દી પર બોલતા તેમણે કહ્યું કે દિલ્હીનો મરીઝ 66 લોકોના સંપર્કમાં આવ્યો હતો અને દિલ્હી સરકારને વધુ પ્રબંધ કરવા માટે કહેવામાં આવ્યુ છે. ત્યા કોરોના સંદર્ભમાં બપોરે 3 વાગ્યે GoM ની બેઠક પણ થવા જઈ રહી છે.

થોડીવારમાં કોરોના વાયરસ પર મહત્વની બેઠક

ત્યા સમાચાર છે કે થોડીવારમાં કોરોના વાયરસ પર પીએમ મોદીની મોટી બેઠક કરવા જઈ રહ્યા છે. આ મુદા પર પીએમ મોદી અને પ્રિંસિપલ સેક્રેટરીની મહત્વ બેઠક થવા જઈ રહી છે. આ વખત હોલી પર પણ કોરોનાનો સાયો મંડરાઈ રહ્યો છે. પીએમ મોદીએ ટિવિટ્ કરી જાણકારી આપી છે કે આ વખતે હોળી મિલન સમારોહમાં ભાગ નહીં લેશે. નોંધપાત્ર છે કે કોરોના વાયરસના લીધેથી પીએમ મોદીએ આ નિર્ણય લિધો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 04, 2020 2:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.