આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં વધારો જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.8 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના સીનિયર ફંડ મૅનેજર યોગેશ ભટ્ટ પાસેથી.
યોગેશ ભટ્ટનું કહેવુ છે કે કોરોનાને કારણે લાંબાગાળા, ટૂંકાગાળાના રોકાણને સમજવુ જોઇએ. આપણે હાલમાં ઉપરથી 27-28% નીચે ટ્રેડ થઈ રહ્યા છીએ. કોરોના વાયરસના કારણે ભારે વૈશ્વિક વેચવાલી છે. સ્થાનિક નાણાંકીય સંસ્થા તરફથી માર્કેટને ઘણો ટેકો છે. માર્કેટની નેગેટિવ અસર ઓછી કરવા સરકાર કાર્યરત છે.