નોકરીયાત લોકોને સરકાર તરફથી ઝટકો લાગ્યો છે. સરકારે PF એટલે કે પ્રોવિડન્ટ ફંડ પર મળનારા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. અત્યાર સુધી નોકરીયાત લોકોને PF પર 8.65 ટકાના દરથી વ્યાજ મળતું હતું જેને સરકારે ઘટાડીને 8.5 ટકા કર્યો છે. એટલે હવે 2019-20ના નાણાંકીય વર્ષમાં નોકરીયાત લોકોને PF પર 8.5 ટકાના દર પર વાર્ષિક વ્યાજ મળશે.