રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. આજથી 21 તારીખ સુધી બોર્ડની પરીક્ષા ચાલશે. રાજ્યમાં 1587 કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા ચાલશે અને રાજયભરમાં 17.53 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ત્યારે ધોરણ 10માં આજે ભાષાનું એટલે કે હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉર્દુ વિષયનું પેપર હતું.
તો ધોરણ 10નું પહેલું પેપર સેહલુ નિકળતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. તો પરીક્ષામાં ગેરરીતિ અટકાવા માટે રાજયના તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે તો જ્યાં સીસીટીવી નથી ત્યાં 294 ખંડોમાં ટેબ્લેટથી વોચ રાખવામાં આવી રહી છે.
આ સાથે જ પરીક્ષા દરમ્યાન આસપાસ ઝેરોક્ષાની દુકાનો બંધ રાખવાની પણ અપાઈ સુચના છે. અને સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ-2 અને વર્ગ-1ના અધિકારીઓને ઓબર્ઝવેશન માટે તૈનાત કરાયા છે. અને વિદ્યાર્થીઓને વાહન વ્યવહાર સમયસર મળે તેવી પણ રાજય સરકાર દ્વારા વ્યવસ્થા કરીઇ છે.
તો પરીક્ષા શરૂ થતા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓ માટે એક સંદેશ મોકલ્યો હતો. જેમાં તેમણે વિદ્યાર્થીઓને માનસિક મક્કમતાથી અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપવાની વાત કહી અને વિદ્યાર્થીઓને સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.