દુનિયામાં ક્રૂડ ઓઈલ સસ્તુ થયું હોવા છતા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 2 રૂપિયા વધારી દીધી છે, તો પેટ્રોલ-ડીઝલ પર ઇન્ફ્રા સેસ 1 રૂપિયા પ્રતિ લિટર વધારવામાં આવ્યું છે. એટલે પેટ્રોલ ડીઝલ પર કુલ 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી વિકાસલક્ષી વસ્તુઓના ખર્ચમાં મદદ મળી રહેશે.