આવો જોઈએ માર્કેટ પર નિષ્ણાંતોની શું છે સલાહ.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલના એમડી અને સીઈઓ નિમેષ શાહનું કહેવુ છે કે દુનિયામાં ઘણા બધા પૈસા છે જે એલોગોરિધમને કારણે ટ્રેડિંગ થાય છે. જે એલોકેશન આવે છે કે આ વેચવાનું છે. પછી તે વેચવાનુ જ હોય છે મશીન એ નથી જોતુ કે માર્કેટ સસ્તુ થઈ ગયુ છે એટલે હુ નહી વેચુ કે. એ લોકોનો એક કોટા આખો દુનિયા માંથી ધારોકે કોટા આવે કે આટલુ આપણે વેચી દેવાનું છે. આપણે આટલુ માર્કેટ માંથી એકસ્પોઝર કાઢવાનું છે તો બધા એમાર્જિનમાંથી એક્સપોઝર કાઢવાનુ. જેવા બીજા બધા કંટ્રીમાંથી એક્સપોઝર નીકળે એ રીતના ઈન્ડિયાના પણ નીકળે છે. આમા લોજિક કહેવાય હાલ કહીં ના કરાય સ્ટેબલ થવાની રાહ જોવાય.
નિમેષ શાહના મતે અમારૂ ઓરિએનટેશન 3 વર્ષથી નીચે હોતુ જ નથી. અમારૂ ઓરિએનટેશન 3 વર્ષમાં આપણે લોકોના ઈન્વેસ્ટર્સના પૈસા લેવાના અને 3 વર્ષમાં આપણે તેમને રિઝનેબલ રિર્ટન બનાવીને આપવાનું. જ્યારે 12000 નો ઈન્ડેક્સ હતો ત્યારે હુ ટેન્ટિટિવ હતો પણ હવે તો મને ખબર છે કે ઈન્ડેક્સ 12000 - 8500 નું છે. એટલે મારે આજે કોલ લેવાનો છે જે ધારોકે કોરોના વાયરસની ઈમ્પેક્ટ છે કે પછી જે પણ ઈમ્પેક્ટ છે આજે તે ઈમ્પેક્ટને કારણે માર્કેટ આજે આટલુ સસ્તુ થયુ છે. આપણે આજે રોકાણ કરીએ તો એ ત્રણ વર્ષમાં ઈન્વેસ્ટર્સને સારો અનુભવ આવે કે નહી. ઈન્ડિયામાં આટલુ સસ્તુ તમને ખરીદવા મળતુ હોય તો એ સારો સમય કહેવાય. જે ઈન્વેસ્ટર્સ છે તે લોકો માટે આ સારો સમય છે. ટ્રેડર્સે હાલ રાહ જોવી જોઈએ. લાંબાગાળાના રોકાણકારો માટે ચિંતાનો સમય નથી.
નિમેષ શાહના મુજબ ખાનગી બેન્કોનું બિઝનેસ મોડલ સારૂ હોય તો રોકાણ કરવુ જોઈએ. માર્કેટની સાથે અમારી રોકાણની સલાહ બદલાશે. હાલના સસ્તા માર્કેટમાં રોકાણની સલાહ છે. માર્કેટમાં ત્રણ વર્ષના સમયગાળા માટે રોકાણની સલાહ છે. નિફ્ટી 50 હાલ જેટલુ દેખાય છે તેનાથી પણ સસ્તુ છે. મેટલના ભાવમાં હાલ ઘણા નીચે છે. હાલ મેટલ સેક્ટમાં રોકાણની સલાહ છે. હાલ માર્કેટમાં વેલ્યુ ઈન્વેસ્ટમેન્ચ કરવાની સલાહ છે. આવનારા ત્રણ વર્ષમાં બજારમાં સારો સુધારો જોવા મળશે. ટેલિકોમ, પાવર, ઈન્ફ્રા સેક્ટર સારી લાગી રહી છે.
મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સના મિહિર વોરાના મુજબ ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે એફઆઈઆઈ ઈક્વિટી અને ફિક્સડ ઈન્કમમાં સેલિંગ ચાલુ જ છે.
DSP ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ચેરમેન હેમેન્દ્ર કોઠારીના મતે સરકારે બજેટમાં સારી જાહેરાત કરવી જોઈએ તેમજ માર્કેટની આ પરિસ્થિતીથી ગભરાવુ ન જોઇએ. સરકારે બજેટમાં સારી જાહેરાત કરવી જોઈએ. બજેટમાં જો કોઈ સુધારો આવે, તો તે પણ ઇક્વિટી માર્કેટ માટે સારું કારણ રહેશે. RBI લિક્વીડીટી ઉભી કરી રહી છે. માર્કેટની આ પરિસ્થીથી ભાગી જવુ ના જોઈએ. માર્કેટમાં ગ્લોબલી કેટલી અસર પડે છે એ પણ જોવુ જોઈએ.