કોરોનાના ભયથી ઘટતા માર્કેટ પર દિગ્ગજોની સલાહ - experts advice on corona fears declining market | Moneycontrol Gujarati
Get App

કોરોનાના ભયથી ઘટતા માર્કેટ પર દિગ્ગજોની સલાહ

આવો આપણે જોઈએ કોરોનાના ભયથી ઘટતા માર્કેટ પર દિગ્ગજોની શું સલાહ છે.

અપડેટેડ 09:36:49 AM Mar 20, 2020 પર
Story continues below Advertisement

આવો આપણે જોઈએ કોરોનાના ભયથી ઘટતા માર્કેટ પર દિગ્ગજોની શું સલાહ છે.

Elixir Equitiesના ડિરેક્ટર દિપન મહેતાનું કહેવુ છે કે રોકાણકારોએ SIPમાં રોકાણ કરતા રહેવુ જોઈએ. હાલ બજારમાં નવુ રોકાણ ન કરવુ જોઈએ. મંદી કેટલી વાર ચાલશે એ કહેવુ મુશ્કેલ છે. સરકારના પગલા લેવાથી બજારમાં વધારે અસર નહીં દેખાય. જો કોરોનાનું ક્યોર આવસે ત્યારે બજારમાં સુધારો દેખાશે.

HDFC લિમિટેડના VC અને CEO કેકી મિસ્ત્રીના મતે કંપનીઓમાં સુધારો આવશે અને રિટેલ રોકાણકારોએ સાવચેતી સાથે રોકાણ કરવુ જોઈએ. કોરોનાની અસર બાદ કંપનીઓમાં સુધારો આવશે. કોરોનાને કારણે બજારમાં ઘટાડો આવ્યો છે. પરંતુ બજારમાં 30-35% જેટલો ઘટાડો નહીં આવે. રિટેલ રોકાણકારોએ સાવચેતી સાથે રોકાણ કરવુ જોઈએ. રોકાણકારોને લાંબાગાળા માટે રોકાણ કરવાની સલાહ છે. હાલ ભારતીય બજાર સંપૂર્ણ રીતે વૈશ્વિક બજાર પર નિર્ભર છે.

જીની જેમ્સ કન્સલટન્ટના MD અને CEO મેહરાબૂન ઇરાનીના મુજબ કોરોનાને કારણે ઓઈલ અને બેન્કિંગ સેક્ટર પર અસર દેખાશે. નિફ્ટીમાં 10,000 સુધીની રેલી દેખાઈ શકે છે. હાલ બજારમાં સોનામાં પણ ઘણો ઘટાડો આવ્યો છે. બેન્કિંગ સેક્ટરમાં હજૂ અસર જોવા મળશે. બજાર બુલીશ થશે તો ફરી ઘટાડો આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 19, 2020 1:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.