Global Market: ભારતીય બજાર માટે મિશ્ર સંકેતો, FIIsની સતત ત્રીજા દિવસે કેશમાં ખરીદારી, વાયદામાં થોડુ કવરિંગ | Moneycontrol Gujarati
Get App

Global Market: ભારતીય બજાર માટે મિશ્ર સંકેતો, FIIsની સતત ત્રીજા દિવસે કેશમાં ખરીદારી, વાયદામાં થોડુ કવરિંગ

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 2.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.94 ટકાના ઘટાડાની સાથે 48,124.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.05 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે.

અપડેટેડ 08:33:24 AM Oct 10, 2025 પર
Story continues below Advertisement
Global Market: ભારતીય બજાર માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે.

Global Market: ભારતીય બજાર માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની સતત ત્રીજા દિવસે કેશમાં ખરીદારી જોવા મળી. વાયદામાં થોડુ કવરિંગ છે. જો કે ગિફ્ટ નિફ્ટી પર મામુલી દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે. ત્યાંજ US INDICESમાં ગઇકાલે ઘટાડો આવ્યો.

વૈશ્વિક બજારોની સ્થિતિ

ગઈકાલે અમેરિકાના બજારમાં નફાવસૂલી જોવા મળી. કાલે NVIDIAનો શેર 2% વધ્યો. NVIDIAની માર્કેટ કેપ $4.7 લાખ કરોડની નજીક છે.


પૂર્ણ થશે યુદ્ધ?

ઈઝરાયેલની ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત લેશે. બંધકોની મુક્તિ સમયે હાજર રહેશે. હમાસ ચીફે યુદ્ધ પૂર્ણ કરવાની જાહેરાત કરી. ઈઝરાયેલના વિદેશ મંત્રીએ યુદ્ધવિરામની પુષ્ટિ કરી. ઈઝરાયેલ 2000 પેલેસ્તીનવાસીઓને મુક્ત કરશે. ઈઝરાયેલ ગાઝાને મદદ પણ કરશે.

અમેરિકામાં સંકટ યથાવત્

9મા દિવસમાં શટડાઉન પહોંચ્યું. બન્ને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ યથાવત્ છે. ટ્રમ્પે કહ્યું ફેડરલ બ્યૂરોકસીમાં છટણી શક્ય છે. સેનેટે આવતા સપ્તાહે રજાની યોજના રદ્દ કરી.

રેર અર્થ શેર્સમાં તેજી

ચીને રેર અર્થ એક્સપોર્ટ પર કડકાઈ વધારી. ટ્રમ્પ-શી જિનપિંગની બેઠક પહેલા નિયમો કડક છે. વિદેશી કંપનીઓએ હવે લાઈસન્સ લેવું પડશે. એક્સપોર્ટ માટે હવે લાઈસન્સ લેવું પડશે. કાલે 4-15% રેર અર્થ કંપનીઓના શેર વધ્યા.

ફેડ અધિકારીઓના નિવેદન

માઇકલ બર્રે કહ્યું કાપ પહેલા સાવધાની જરૂરી છે. માઇકલ બર્રે અમેરિકાના ફેડના ગવર્નર છે. જૉન વિલિયમ્સે કહ્યું આ વર્ષે વધુ એક કાપ થઇ શકે છે. જૉન વિલિયમ્સ ન્યૂયૉર્ક ફેડના પ્રેસિડન્ટ છે.

વડાપ્રઝાન મોદીનું ટ્વીટ

મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી. હમાસ-ઈઝરાયેલ શાંતી વાર્તા માટે અભિનંદન આપ્યા. ટ્રેડવાર્તા પર થયેલી પ્રગતિની પણ સમિક્ષા પણ કરી. અમે સતત સંપર્કમાં રહીશું.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 2.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.94 ટકાના ઘટાડાની સાથે 48,124.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.05 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર બંધ છે. જ્યારે હેંગસેંગ 1.08 ટકાના ઘટાડાની સાથે 26,464.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.35 ટકાની તેજી સાથે 3,597.04 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 12.57 અંક એટલે કે 0.37 ટકા લપસીને 3,921.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 10, 2025 8:33 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.