આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ 0.9 ટકા અને નિફ્ટીમાં 0.8 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું યુટીઆઈ એએમસીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, હેડ ઓફ રિસર્ચ & ફંડ મૅનેજર સચિન ત્રિવેદી પાસેથી.
સચિન ત્રિવેદીનું કહેવુ છે કે કોરોનાની અસર એક ક્વાટર કરતા પણ વધુ રહેશે. ઇન્ટરનેશનલ માર્કેટ્સ હાલ રિસેશનમાં જતા રહ્યાં છે. માર્કેટમાં હાલ અમુક શૅર્સમાં રોકાણ કરવાની સારી તક છે. સરકાર દ્વારા સેકટર્સ માટે પૉલિસીની જરૂર છે. કોરોનાની અસર રહેશે ત્યાં સુધી માર્કેટમાં અસ્થિરતા જોવા મળશે. માર્કેટ પર હાલ લાંબાગાળાનો અભિગમ રાખવો.