દેશની મહિલાઓ, ગુજરાતની મહિલાઓ પુરુષ સમોવડી બને, સશક્ત બને તે માટે પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત પ્રયત્નશીલ છે. ગુજરાત સરકારે મહિલાઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. ગુજરાતની મહિલાઓ સશક્ત બને, આત્મનિર્ભર બને તે માટે 600થી વધુ યોજનાઓ અમલ છે.
કોઈપણ રાષ્ટ્રના વિકાસનુ આકલન તે દેશની મહિલાઓ પરથી કરવામાં આવે છે. જે દેશની મહિલાઓ સશક્ત હોય છે, એ દેશ હંમેશા આગળ આવે છે... ત્યારે ગુજરાતમાં પણ મહિલાઓના ઉત્થાન માટે રૂપાણી સરકાર સતત પ્રયત્નશીલ છે. સમાજમાં મહિલાઓને અસમાનતાનો સામનો ન કરવો પડે. ગુજરાતે મહિલાઓને સુશિક્ષિત - સુરક્ષિત અને જાગૃત્ત બનાવવા જેન્ડર ઈક્વાંલિટી પોલીસી ઘડી છે. મહિલા અને બાળવિકાસ વિભાગે મહિલા અને બાળકોની સ્થિજતિ સુધારવા માટે યોજનાઓને અમલી બનાવી છે, રાજ્ય સરકારે નવી પહેલ કરી છે. મહિલાઓ પોતાના પગપર આત્મનિર્ભર બને, પરીવારને ચલાવી શકે, સશક્ત બને તે માટે ગુજરાતમાં 600થી વધુ યોજનાઓ અમલમાં લવાઈ છે. સરકારની આ યોજનાઓનો લાભ લઈને ગુજરાતમાં લાખો મહિલાઓ સશક્ત બની છે.
બનાસકાંઠા જિલ્લામાં અનેક મહિલાઓ સરકારી યોજનાઓનો લાભ લઇ પગભર બની છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં લાખો મહિલાઓએ સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ લીધો છે. બેરોજગાર અને અશિક્ષિત મહિલાઓ આ યોજનાનો લાભ લઈ પોતાના પરીવારનું ભરણ પોષણ કરી રહી છે. સિલાઈ મશીન, ગૃહ ઉદ્યોગ, બ્યુટી પાર્લર કે પછી કોમ્પ્યુટર. દરેક પ્રકારની સરકારી યોજનાઓનો લાભ લઇ મહિલાઓ પગભર બની છે.
ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતા સુશીલાબેન રાવ. ત્રણ વર્ષ અગાઉ તેમના પરિવારની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી, ઘરનું પાલનપોષણ કરવું પણ મુશ્કેલ ભર્યું હતું. જોકે સરકારની યોજનાઓની માહિતી મળતા જ તેઓએ ફોર્મ ભર્યું અને સિલાઈ મશીનનો લાભ મેળવ્યો. સિલાઈ મશીનથી આજે તેઓ રોજના 300 થી 500 રૂપિયા આરામથી કમાઈ લે છે અને પોતાના પરિવારનું ભરણપોષણ પર કરી રહ્યા છે.
નર્મદાબેન પુરોહિત. તેના પતિ છૂટક મજૂરી કરતા હોવાથી પરિસ્થિતિ ખૂબ જ દયનિય હતી. તેમાં પણ ચાર સંતાનોનુ ભરણ પોષણ કરવું ખુબ જ મુશ્કેલ બની ગયુ હતુ. એવામાં તેમને ગૃહ ઉદ્યોગ માટે સરકારી સહાયવાળી યોજનાની જાણ થઈ. અને તેમણે ગૃહ ઉદ્યોગ અંતર્ગત પાપડ બનાવવાના સાધનોનો લાભ મેળવ્યો. આજે તેઓ રોજના દોઢસોથી બસો રૂપિયા ઘરેઆરામથી કમાઈ લે છે.
આવી તો અનેક મહિલાઓ છે, જેમના માટે સરકારની આ યોજના તારણહાર બની છે. સરકારની યોજનાઓનો લાભ લઈ લાખો મહિલાઓ આર્થિક રીતે સદ્ધર અને શિક્ષિત બની છે. અને પરીવારનુ પણ પાલન પોષણ કરી છે.