બજારમાં આજે રિકવરીના સંકેત. દરેક એશિયાના બજારોમાં સારી તેજી. SGX નિફ્ટી આશરે 60 અંક ઉપર. ડાઓ ફ્યુચર્સમાં નીચલા સ્તરોથી આશરે 600 અંકની તેજી. ક્રૂડમાં પણ નીચલા સ્તરથી સુધારો.
કોરોના વાયરસથી દુનિયાભરમાં 3000થી વધુના મૃત્યુ. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડમાં પહેલુ મૃત્યુ. ટ્રમ્પે ઈરાનથી ટ્રાવેલ પર લગાવી રોક.
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગને મળ્યો ડબલ બોનાંઝા. PIL મુદ્દે RBIથી કંપનીને ક્લીન ચિટ મળી. RBIએ દિલ્હી હાઇકોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યો. ચંડીગઢ હાઇકોર્ટે બ્લેકમેલિંગ કરનાર કિસલે પાંડેની FIR સમાપ્ત કરવાની અરજી પણ નકારી.
ફેબ્રુઆરીમાં મારૂતિનું અનુમાન કરતા સારૂ વેચાણ. માત્ર 1%નો આવ્યો ઘટાડો. પરંતુ ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વેચાણે કર્યા નિરાશ. ટાટા મોટર્સના વેચાણમાં 32%નો ઘટાડો.
આજથી ખૂલશે SBI Cardsનો IPO, પ્રાઇસ બેન્ડ- 750થી 755 રૂપિયા પ્રતિ શેર, એંકર ઇન્વેસ્ટર્સથી એકત્ર કર્યા 2769 કરોડ રૂપિયા, HDFC સહિત 12 મ્યુચ્યુઅલ ફંડે કર્યું રોકાણ, સિંગાપુર સરકાર પણ બની રોકાણકાર.
સતત ચોથા મહીને 1 લાખ કરોડ રૂપિયાને પાર રહ્યું GST કલેકશન, ફેબ્રુઆરીમાં 1.05 લાખ એકત્ર થયા, ત્યાંજ ત્રીજા ત્રિમાસીકમાં 4.7% રહી GDP ગ્રોથ.
રિલાયન્સના ચેરમેન મૂકેશ અંબાણી બન્યા ICONIC BUSINESS LEADER OF THE DECADE. IBLA માં કહ્યું દુનિયાની ટૉપ 3 ઇકોનોમીમાં ભારતને લાવવાનો છે લક્ષ્ય.