કોરોના વાયરસના ભયમાંથી બહાર આવ્યા અમેરિકી બજાર. મોટી CENTRAL BANKSથી રેટ કટની આશામાં ડાઓ જોન્સ આશરે 1300 અંક ઉપર. એશિયાના બજારોમાં પણ તેજી. SGX નિફ્ટી ઉપર.
કોરોના પર EMERGENCY કૉનકૉલમાં G-7 દેશ લઇ શકે છે મોટો નિર્ણય. USના નાણાં મંત્રી અને ફેડ ચેરમેન જેરૉમ પૉવેલ પણ થશે સામેલ.. ગ્લૉબલ મંદી રોકવા માટે મોટા આર્થિક પગલા લેવા પર પણ નિર્ણય શક્ય.
OPECથી વધુ પ્રોડક્શન કાપ અને મોટી CENTRAL BANKSથી પૉલિસીમાં છૂટની આશામાં આશરે 7 ટકા ઉછળ્યો ક્રૂડ. 53 ડૉલરને પાર પહોંચ્યો બ્રેન્ટ. સોનુ પણ ચમક્યુ. કોમેક્સ પર ભાવ 1600 ડૉલર નજીક પહોંચ્યો.
ફેબ્રુઆરીમાં હિરો મોટોનું કુલ વેચાણ 19 ટકા ઘટ્યું. જો કે એક્સપોર્ટમાં 9 ટકાનો ઉછાળો. કંપનીએ કહ્યું ચીનથી ફરી શરૂ થઇ શકે છે સપ્લાઈ.
SBI Cards ના IPOનો બીજો દિવસ. અત્યાર સુધીમાં 39 ટકા ભરાયો. 750 થી 755 રૂપિયા પ્રતિ શૅર છે પ્રાઇસ બેન્ડ.
Facebook, Twitter, Instagram જેવા સોશલ મીડિયા સાઇટ્સ છોડી શકે છે PM મોદી. ટ્વિટર પર કહ્યું આગળની જાણકારી જલ્દી જ આપીશ.