રાહત પેકેજ મળવાની આશાથીUS માર્કેટમાં સારી રિકવરી. સોમવારે 2000 અંક ઘટ્યા બાદ 1150 અંક વધીને બંધ થયો ડાઓ. S&P 500 અને નાસ્ડેકમાં પણ આશરે 5 ટકાની તેજી. એશિયાના બજારો પર દબાણ. SGX નિફ્ટી આશરે 100 અંક નીચે.
કોરોના સંકેટને ધ્યાનમાં રાખીને મોટા રાહત પેકેજની તૈયારીમાં અમેરિકા. 2020ના બાકીના સમય માટે 0% Payroll ટેક્સ કરવાના ટ્રમ્પે આપ્યા સંકેત. ક્રૂડ પ્રાઇસ વૉરને કારણે શેલ ઇન્ડસ્ટ્રી માટે પણ પેકેજની જાહેરાત શક્ય. ઑસ્ટ્રેલિયાએ 1.5 અબજ ડૉલરના હેલ્થ પેકેજની કરી જાહેરાત.
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 50ને પાર. મહારાષ્ટ્રના પુણેમાં સામે આવ્યા 5 કેસ. કેરળમાં પણ હાઈએલર્ટ. સ્કૂલ, કૉલેજ આજથી બંધ. જો કે પહેલા નક્કી કરેલા સમય પર થશે પરીક્ષા. દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 4000 થી વધુ લોકોના થયા છે મૃત્યુ.
પ્રોડક્શન કાપ પર ઓપેક અને રશિયામાં ફરી વાત થવાની આશાથી કાચા તેલમાં 8 ટકાનો ઉછાળો. 37 ડૉલરની ઉપર પહોંચ્યુ બ્રેન્ટ. સોમવારે આશરે 30 ટકા ઘટી હતી ક્રૂડની કિંમત.
યસ બેન્કનો બેલઆઉટ પ્લાન તૈયાર. આશરે 1 અબજ ડૉલરનું રોકાણ કરી શકે છે SBI. HDFC અને ICICI ગ્રુપ ઉપરાંત રાકેશ ઝુનઝુનવાલા, રાધાકૃષ્ણ દમાનીએ પણ વ્યક્ત કરી રૂચિ. વિદેશથી 5 થી 7 કરોડનું investment શક્ય. રોકાણકારોએ RBIને મોકલ્યો પ્રસ્તાવ. CNBC-બજાર એક્સક્લૂસિવ.
લક્ષ્મીવિલાસ બેન્કને ખરીદવાની રેસમાં સામેલ કોટક બેન્ક. RBIને સોંપ્યો પ્રસ્તાવ. પરંતુ ટિપ્પણી કરવાની કરી મનાઈ. મની કંટ્રોલ એક્સક્લૂસિવ.
કોંગ્રેસથી રાજીનામુ આપનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે BJPમાં થઇ શકે છે સામેલ. મધ્ય પ્રદેશમાં રાજકિય સંકટ વચ્ચે મુખ્યમંત્રી કમલ નાથનો દાવો- અમારી પાસે બહૂમત, ચિંતાની કોઇ વાત નથી.