કોરોના વાયરસને રોકવા માટે અમેરિકાનું મોટુ પગલુ. એક મહિના માટે બ્રિટન સિવાય સમગ્ર યુરોપથી દરેક પ્રકારના ટ્રાવેલ પર લગાવી રોક. ટ્રમ્પે કહ્યુ- હાલ FINANCIAL CRISIS નહીં પરંતુ મોટી નાણાંકિય મદદ આપવા માટે તૈયાર. ડાઓ ફ્યૂચર્સ 1100 અંક નીચે.
ભારતીય બજારોમાં પણ ભારે ઘટાડો. SGX નિફ્ટી 450 અંક નીચે. અન્ય એશિયાના બજારોમાં પણ હાહાકાર. કોરોનાથી ડર્યા અમેરિકી બજાર. કાલે ડાઓ 1460 અંક નીચે. નાસ્ડેક અને S&P 500 પણ 5 ટકા ઘટ્યા.
SAUDI ARAMCOને પ્રોડક્શન વધારવાના સંકેત મળ્યા બાદ ક્રૂડની કિંમતોમાં 4 ટકાનો ઘટાડો. 36 ડૉલર નજીક પહોંચ્યુ બ્રેન્ટ. 10 લાખ બેરલ રોજનું ઉત્પાદન વધારી શકે છે કંપની.
WHOએ કોરોનાને રોગચાળો જાહેર કર્યો. અત્યાર સુધીમાં આશરે 4300 લોકોના થયા છે મૃત્યુ. 100 થી વધુ દેશોમાં ફેલાયો વાયરસ. આર્થિક મંદીને રોકવા માટે બ્રિટેને 39, તો ઓસ્ટ્રેલિયાએ 17 અબજ ડૉલરના રાહત પેકેજની કરી જાહેરાત.
કોરોનાને લઇને ભારત એલર્ટ. ટ્રાવેલ રોકવા માટે 15 એપ્રિલ સુધી દરેક વીઝા સસ્પેન્ડ. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં સામે આવ્યા 62 કેસ. મુંબઈમાં કોરોનાના 2 દર્દી મળ્યા. IPL પર પણ હાલ છે ખતરો.
ઇન્ડિગોની મોટી ચેતાવણી. કોરોના વાયરસને કારણે ખરાબ આવી શકે છે ત્રિમાસીક પરિણામ. પાછલા કેટલાક દિવસોથી યાત્રી બુકિંગમાં 15-20% રોજ થઇ રહ્યો છે ઘટાડો.
SBI ખાતાધારકોને મોટી રાહત. હવે મિનિમમ બેલેન્સ રાખવુ જરૂરી નહીં. સાડા 45 કરોડ ગ્રાહકોને મળશે zero બેલેન્સવાળા ખાતાની સુવિધા. SMS ચાર્જ પણ ખતમ. સાથે જ સેવિંગ અકાઉન્ટ પર વ્યાજ દર ઘટાડી 3 ટકા થયો.
મર્જર પહેલા સરકારી બેન્કના પ્રમુખો સાથે નાણાં મંત્રી નિર્મળા સીતારમણની આજે સાંજે બેઠક. 1 એપ્રિલે મર્જર પહેલા તૈયારીઓની કરી તપાસ.