આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે - how can todays market activity | Moneycontrol Gujarati
Get App

આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે

SBI CARDSની લિસ્ટિંગ આજે. ઇશ્યૂ પ્રાઇસ 755 રૂપિયા પ્રતિ શેર. 26 ગણો ભરાયો હતો ઇશ્યૂ.

અપડેટેડ 10:53:24 AM Mar 16, 2020 પર
Story continues below Advertisement

કોરોના સંકટ સામે લડવા માટે US FEDનો મોટો નિર્ણય. વ્યાજ દર એક ટકાથી ઘટાડીને આશરે 0 કર્યા. 700 અબજ ડોલરના રાહત પેકેજની જાહેરાત. ટ્રમ્પ બોલ્યા- નિર્ણયથી ખૂશ.

ફેડ બાદ હવે ઇંગ્લેન્ડ, જાપાન, યૂરોપ, સ્વિટ્ઝરલેન્ડની સેન્ટ્રલ બેન્ક પણ લેશે મોટા પગલા. ફેડરલ રિઝર્વ ચેરમેને આપ્યો વિશ્વાસ. જાપાનની સેન્ટ્રલ બેન્કની આજે ઇમરજન્સી બેઠક. મૂડી વધારવા પર થશે નિર્ણય. ચીનમાં પણ દરોમાં ઘટાડો આજથી લાગૂ.

FEDના નિર્ણયથી ડાઓ ફ્યુચર્સ 1000 અંકથી વધુ નીચે. નાસ્ડેક અને S&P ફ્યુચર્સમાં લાગી લોઅર સર્કિટ. SGX નિફ્ટી 400 અંક નીચે. એશિયાના બજારોની નબળી શરૂઆત.

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 110 થઇ. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 33 કેસ. ત્યાં જ દુનિયાભરમાં પોણા 2 લાખથી વધારે લોકો વાયરસથી અસરગ્રસ્ત. લગભગ સાડા 6 હજાર લોકોના મોત.

ડિસેમ્બર ત્રિમાસિકમાં યસ બેન્કને 18564 કરોડ રૂપિયાનું મોટું નુકસાન. ગ્રોસ NPA 7.39 ટકાથી વધીને 18.87% થયા. 44,000 કરોડની ડિપોઝિટ પણ ઓછી થઇ.

યસ બેન્કના ડિપોઝિટર્સ માટે સારા સમાચાર. 18 માર્ચ સાંજે 6 કલાકે ખતમ થશે ઉપાડની મર્યાદા. પરંતુ શેર હોલ્ડર્સને ઝટકો. 3 વર્ષ સુધી નહીં વેચી શકશે 75% શેર્સ.

SBI CARDSની લિસ્ટિંગ આજે. ઇશ્યૂ પ્રાઇસ 755 રૂપિયા પ્રતિ શેર. 26 ગણો ભરાયો હતો ઇશ્યૂ.

મોબાઇલ પર GST 12થી વધીને થયો 18%. GST કાઉન્સિલની બેઠકમાં થયો નિર્ણય. ફૂટવેર, રેડિમેડ ગારમેન્ટ, ફર્ટિલાઇઝર પર નહીં વધ્યો ટેક્સ. FY19 માટે વાર્ષિક GST ભરવાની તારીખ વધીને થઇ 30 જૂન.

મધ્ય પ્રદેશ વિધાન સભામાં આજે થનાર ફ્લોર ટેસ્ટ પર સસ્પેન્સ અકબંધ, રાજ્યાપાલ લાલજી ટંડને વિધાન સભામાં બહુમત સાબિત કરવાનું કહ્યુ, પણ સ્પીકર તરફથી જાહેર થયેલ સંસદ કાર્યવાહીના લિસ્ટમાં બહુમત પરિક્ષણનો કોઈ ઉલ્લેખ નહી.

અને રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડુ. ચાર ધારાસભ્યો બાદ અન્ય ધારાસભ્યો પણ આપી શકે છે રાજીનામાં. કોંગ્રેસના 35 ધારાસભ્યો પહોંચ્યા જયપુર. તો ચૂંટણીનું ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ. ચિંતાતૂર બનેલી કોંગ્રેસમાં બેઠકોનો દૌર.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 16, 2020 8:34 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.