ક્રિપ્ટો કરન્સી અથવા તો વર્ચુલ કરન્સી માટે હવે ભારતમાં દરવાજા ખુલ્લા છે. આજે સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધને હટાવી દીધો છે. આ પહેલા 2018માં રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ ક્રિપ્ટોકરન્સીમાં કારોબાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્રણ જજની બેન્ચે કહ્યું કે RBIનો સર્કુલર અયોગ્ય હતો જેના કારણે સુપ્રીમ કોર્ટે રોક હટાવી છે. RBIની સર્કુલર પ્રમાણે રેગ્યુલેટેડ નાણાંકીય સંસ્થાઓને ક્રિપ્ટો કારોબારને સર્વિસ આપવાથી રોકવામાં આવી હતી.