બજાર આજે ઐતિહાસિક ઘટાડાની સાથે બંધ થયા છે. કોરોના વાયરસને મહામારી જાહેર કરવાના કારણે દુનિયાભરના માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે અને છેલ્લા 3 કારોબારી દિવસમાં ત્રીજી વખત મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સમાં 3 હજાર પોઇન્ટનો કડાકો જોવા મળ્યો જ્યારે નિફ્ટી 10,000ની નીચે ગયા બાદ 9500ના સ્તર પર સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા. દિવસના કારોબાર દરમ્યાન મિડકેપમાં પણ ભારે કડાકો જોવા મળ્યો અને નિફ્ટી બેન્ક પણ ઘટાડાના વલણમાં બચી ન શક્યું.
આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 8 ટકાથી વધારે નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 9633 પર બંધ થયા છે અને સેન્સેક્સ 32778 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 2919.26 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 825.30 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 8.06 ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 7.69 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 8.76 ટકાની નબળાઈની સાથે બંધ થયા છે.
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 2919.26 અંક એટલે કે 8.18 ટકાના ઘટાડાની સાથે 32778.14 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 825.30 અંક એટલે કે 7.89 ટકા ઘટીને 9633.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, એફએમસીજી, આઈટી, મેટલ અને ફાર્મા શેરોમાં 12.52-6.54 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 8.63 ટકાના ઘટાડાની સાથે 24201.75 ના સ્તર પર બંધ થયા છે.
દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, યુપીએલ, વેંદાતા, હિંડાલ્કો, ઓએનજીસી, એસબીઆઈ, ગેલ, એક્સિસ બેન્ક, આઈટીસી, બજાજ ફિનસર્વ અને ટાટા મોટર્સ 10.06-13.02 ટકા સુધી તૂટીને બંધ થયા છે.
મિડકેપ શેરોમાં અદાણી પાવર, ગ્લેનમાર્ક, પ્રેસ્ટીજ એસ્ટેટ, ફ્યુચર રિટેલ અને અદાણી ટ્રાન્સફર 27.46-19.38 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ટાટા પાવર 8.30 ટકા સુધી ઉછળો છે.
સ્મૉલોકપ શેરોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, ત્રિવેણી એન્જીનયરિંગ, ઈન્ડિયા ગ્લાયકોલ્સ, યુએફઓ મુવિઝ અને ઈન્ટલેક્ટ ડિઝાઈન 20-19.99 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં બેન્કો પ્રોડક્ટ્સ, હિમાદ્રી સ્પેશલ, અરવિંદ સ્માર્ટ, રૂચિ સોયા અને ભણસાલી એન્જિનયરિંગ 12.09-4.55 ટકા સુધી ઉછળા છે.