02.00 PM
02.00 PM
BS-VI ના કારણે હીરો મોટો બાઇક્સ 8-10 ટકા મોંઘી થશે. સીએનબીસી-બજાર સાથેની એક્સક્લૂસિવ વાતચીતમાં, કંપનીના સીએફઓ નિરંજન ગુપ્તાએ જણાવ્યું હતું કે, લગભગ 95 ટકા વાહનો બીએસ-VI એન્જિનના સાથે લોન્ચ થય ગયા છે. બાકીના વાહનો માર્ચના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. બીએસ - IV ટુ વ્હીલરના પ્રોડક્શન 15 ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવ્યું છે. BS-IV ટુ વ્હીલર પર ગ્રાહકોને છૂટ પણ મળી રહી છે. કોરોના વાયરસની ઘરેલું ડિમાન્ડ પર વધુ અસર નથી થતી. નાણાકીય વર્ષ 2021 ના બીજા ક્વાર્ટરમાં ડિમાન્ડ વધવાની આશા છે.
01.45 PM
એક્સપાયરીની દિવસે બજારમાં શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. નિફ્ટી 11300 ના પાર જોવા મળી રહ્યું છે. સરકારી બેન્કના દમ પર નિફ્ટી બેન્ક 400 અંક વધી ગયો છે. આજે ફાર્મા શેર્સ પણ વધારો જોવા મળ્યું છે. ત્રણ દિવસમાં ફાર્મા ઇન્ડેક્સ 8 ટકા વધ્યો છે. એફએમસીજી, આઈટી શેરોમાં આજે જોરદાર ખરીદી જોવા મળી રહી છે. ઓટો શેરોમાં પણ આજે ભારે ખરીદી જોવા મળી રહી છે.
01.30 PM
કોરોનાને કારણે, માસ્ક બનાવતી કંપનીઓ 3 એમ ઇન્ડિયા અને હનીવેલમાં 7 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.
12.15 PM
યસ બેન્કના રેસ્ક્યૂ પ્લાન બજારમાં ફરી રોનક આવી છે. બેન્ક નિફ્ટી નીચલા સ્તરથી 500 અંકથી વધુ વધ્યા છે. નિફ્ટીએ 100 અંક સુધાર્યા છે.
11.40 AM
જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ - ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ બુધવારે મની લોન્ડરિંગનો કેસ દાખેલ કર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ બુધવારે તેની લાંબી પૂછપરછ પણ કરી, ત્યાર બાદ એજન્સીની ટીમ ગોયલના મુંબઇ ઘરે પહોંચી હતી અને અહીં દરોડો પાડ્યો હતો. ગોયલ સામે મુંબઈ પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) માં કેસ નોંધવામાં આવ્યો છે. ઇનકમ ટેક્સ વિભાગ, સીરિયસ ફ્રૉડ ઇન્વેસ્ટીગેશન ઑફિસ (એસએફઆઈઓ) અને ઇડી જેટ એરવેઝની તપાસ કરી રહ્યા છે. આઇટી વિભાગ ટેક્સ છેતરપિંડી, ઇડી ફેમા હેઠળ મની લોન્ડરિંગ અને એસએફઆઈઓ કંપનીના આંતરિક બાબતોની તપાસ કરી રહ્યું છે.
11.30 AM
બજારમાં તેજી વધતી જોવા મળી રહી છે. સેન્સેક્સ 430 અંકની વધારા સાથે કામ કરી રહ્યો છે. તો નિફ્ટી 121 અંકના વધારા સાથે 11370 ના પાર નીકળી ગયો છે.
11.15 AM
એસબીઆઇ. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, એસબીઆઈ, યસ બેન્કમાં હિસ્સો ખરીદી શકે છે. સરકાર યસ બેન્ક માટે રેસ્કયૂ પ્લાન માટેની એસબીઆઈ યોજનાને મંજૂરી આપી શકે છે. બ્લૂમબર્ગ મુજબ સરકાર એસબીઆઈને યસ બેન્કમાં હિસ્સો ખરીદવા માટે કન્સોર્શિયમ બનાવવા માટે કહી શકે છે. એસબીઆઈને આ કન્સોર્શિયમના અન્ય સભ્યોની પસંદગી માટે પણ સત્તા આપવામાં આવી છે.
10.30 AM
સારી શરૂઆત પછી બજાર દાયરામાં કામકાજ કરી રહ્યું છે. સેન્સેક્સ 160 અંકના વધારા સાથે 38,570 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટી 11280 ને પાર કરી ગયો છે. રિયલ્ટી અને મીડિયા સિવાય તમામ સેક્ટર ઇન્ડેક્સ લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. જો કે, મિડકેપ શેરોમાં સુસ્તી જોવા મળી રહી છે.
10.15 AM
સતત ત્રણ દિવસથી તેજીમાં ફાર્મા ઇન્ડેક્સ 8 ટકા વધ્યો છે. સન ફર્મા 3 દિવસમાં 11 ટકા વધ્યો છે. તો ડીવીસ લૉબ, ગ્રાન્યુલ્સ ઇન્ડિયા, કેડિલા હેલ્થકેરમાં સારી ખરીદી જોવા મળી રહી છે.
10.00 AM
એફએમસીજી ઈન્ડેક્સમાં સૌથી વધુ એક્શન જોવા મળી રહી છે. એચયુએલ 3 ટકાના વધારા સાથે નિફ્ટીનો નવાબ બન્યો છે. સતત ચોથા દિવસના ઉછાળા સાથે એક અઠવાડિયાની ઉંચાઇ પર આઈટી ઇન્ડેક્સ પહોંચી ગયો છે.
09.50 AM
કોરોનાને કારણે, માસ્ક બનાવતી કંપનીઓ 3M ઇન્ડિયા અને હનીવેલમાં 7 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સીએનબીસી-બજાર છેલ્લા ઘણા દિવસોથી આ સ્ટોકમાં ખરીદારી કકવાની સલાહ આપી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 29 કોરોના કેસ નોંધાયા છે.
09.40 AM
આજે, વિનએનમાં ઓપીઈસીની બેઠકથી પહેલા CRUDE માં થોડો તેજી જોવા મલી રહી છે. BRENT ની કિંમત 52 ડૉલરની નજીક પહોંચી ગઈ છે. ક્રૂડ તેલના ઉત્પાદનમાં વધારે ઘટાડાનો નિર્ણય આવી શકે છે. ઘટતી માંગની વચ્ચે ભાવ રાખવાનું પડકાર છે.
09.30 AM
એસબીઆઇ કાર્ડ્સના આઈપીઓને સારો રિસ્પૉન્સ મળ્યો છે. હજી સુધી, આ આઈપીઓ 15 ગણાથી વધુ ભરેલો છે. તો ક્યૂઆઈબીનો શેર 57 ગણુ સબ્સ્ક્રાઇબ થયો છે. આજે આ મુદ્દાનો અંતિમ દિવસ છે. આજે ફક્ત નોન-ક્યુઆઈબી રોકાણકારો જ રોકાણ કરી શકશે. તેનો પ્રાઇસ બેન્ડ 750 થી 755 રૂપિયા પ્રતિ શેર છે.
09.25 AM
આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં વધારો જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. નિફ્ટી 11300 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 180 અંકોનો વધારો જોવામાં આવી રહ્યો છે.
મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.27 ટકા સુધી વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.02 ટકાની મજબૂતી આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.22 ટકા ઉછળા છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 180.28 અંક એટલે કે 0.47 ટકા સુધી ઉછળીને 38589.76 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 57.80 અંક એટલે કે 0.51 ટકાની તેજીની સાથે 11308.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
પીએસયુ બેન્ક, એફએમસીજી, ફાર્મા, મેટલ અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બેન્ક નિફ્ટી 0.02 ટકાના મામૂલી ઘટાડાની સાથે 28647.35 ના સ્તર પર કારોબાર કરી રહી છે. જ્યારે રિયલ્ટી અને ઑટો શેરોમાં દબાણ જોવામાં આવી રહ્યુ છે.
દિગ્ગજ શેરોમાં વેદાંતા, ગેલ, એચસીએલ ટેક, યુપીએલ, એચયુએલ, ટાટા સ્ટીલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ 1.59-3.20 ટકા સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, ભારતી ઈન્ફ્રાટેલ, ઝિ એન્ટરટેનમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એમએન્ડએમ, કોલ ઈન્ડિયા અને એલએન્ડટી 0.42-3.92 ટકા સુધી લપસ્યા છે.
મિડકેપ શેરોમાં ઓરિએન્ટલ બેન્ક, યુનિયન બેન્ક, જિંદાલ સ્ટીલ, હનીવેલ ઓટોમ અને જેએમ ફાઈનાન્શિયલ 5.42-2.64 ટકા સુધી ઉછળા છે. જો કે મિડકેપ શેરોમાં થોમર કૂક, એનએલસી ઈન્ડિયા, ઈન્ડિયન હોટેલ્સ, ચોલામંડલમ અને વરૂણ બેવરેજીસ 7.93-1.35 ટકા સુધી ઘટ્યા છે.
સ્મૉલકેપ શેરોમાં ગાલા ગ્લોબલ, મેડિકેમેન બાયો, અલગિ ઈક્વિપમેન્ટ્સ, મેનન બેરિંગ અને એસવીપી ગ્લોબલ 10.45-6.54 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં થોમસ કૂક, સ્ટાયલમ ઈન્ડસ્ટ્રીઝ, સિંપ્લેક્ષ ઈન્ફ્રા, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ અને ઝુઆરી એગ્રો કેમિકલ્સ 7.93-4.93 ટકા સુધી તૂટ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.