02:20 PM
આજ સાંજે 4 વાગ્યે રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ પ્રેસ કૉન્ફ્રેંસ કરશે. બજાર તેમનાથી રેટ કટની ઉમ્મીદ કરી રહ્યા છે. તેની પહેલા US FED પણ વ્યાજ દર ઘટાડીને ઝીરો કરી ચુક્યો છે. જો કે આરબીઆઈના પ્રેસ કૉન્ફ્રેંસના સમાચારની બાવજૂદ નિફ્ટીમાં ઘટાડો ચાલુ છે. હાલ 5 ટકાના ઘટાડાની સાથે નિફ્ટીના 50 માંથી 48 શેર લાલ નિશાનમાં દેખાય રહ્યા છે. બેન્કોની ખાસ પિટાઈ જોવાને મળી રહ્યો છે.
02:10 PM
બજારમાં ઘટાડાનો ફાયદો કેટલાક પ્રોમોટર્સે ઉઠાવ્યો છે. સસ્તા ભાવ પર બજારથી શેર ઉઠાવામાં આવ્યા છે. TATA SONS હાલમાં ગ્રુપ શેરોમાં ખરીદારી કરી છે. SUN PHARMA, BAJAJ AUTO, PVR અને MRF માં પણ પ્રોમોટર્સે ભાગીદારી વધારી છે.
02:05 PM
બજારના દિવસના નિચવા સ્તર પર પહોંચી ગયા છે. નિફ્ટી 640 અંક તૂટીને 9320 ની નીચે લપસી ગયા છે. જ્યારે સેન્સેક્સ 2242 અંક લપસી ગયા છે. સેન્સેક્સના બધા 30 શેરોમાં વેચવાલી જોવાને મળી રહી છે.
01:15 PM
Indusind bank અને RBL બેન્કના શેરોમાં તેજ ઘટાડો રહ્યો. બન્નેના શેરોમાં આજે 15-15 ટકા ઘટ્યા છે. ગત 6 કારોબારી સેશન માંથી 5 વખત આરબીએલ બેન્કના શેર ઘટ્યા છે. તેના શેર પોતાના ઑલ ટાઇમ લો પર ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ ઈન્ડસઈન્ડ બેન્કના શેર પણ ગત 6 કારોબારી સેશન માંથી 5 માં ઘટ્યા છે. તે દરમ્યાન કંપનીના માર્કેટ કેપ 16000 રૂપિયા સુધી ઘટી ગયા.
બજારમાં વેચવાનું સિલાસિલા ચાલુ છે. નિફ્ટી 500 અંક તૂટીને કારોબાર કરી રહ્યો છે, જ્યારે સેન્સેક્સ 1700 અંકથી વધારે ઘટાડાની સાથે 32,367.74 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. મિડ અને સ્મોલ કેપ શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી રહી છે. અહીં પ્રાઇવેટ અને સરકારી બેન્કોમાં પણ ભારી વેચવાલીના કારણે બેન્ક નિફ્ટી 1400 અંકથી વધારે તૂટીને કારોબાર કરી રહ્યો છે.
કેડિલા હેલ્થએ 3.50 રૂપિયા પ્રતિ શૅર ડિવિડન્ડની જાહેરાત કરી છે.
એચડીએફસી 1950 રૂપિયા શૅર પર 1.06 લાખ શૅરમાં સૈદો થયો છે.
સ્પેક્ટ્રમ કેસમાં સુપ્રીમ કોર્ટએ વોડાફોન આઈડિયાની અરજી ના મંજૂર કરી.
કોરોના વાયરસને કારણે ફરીથી બજારમાં અફરાતફરી દેખાય રહી છે. નિફ્ટી લગભગ 5% ઘટીને 9475 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. બીજી બાજુ નિફ્ટી બેન્કમાં 1600 અંકનો ભારી ઘટાડો જોવાને મળી રહ્યો છે. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સે બજારમાં સૌથી વધુ દબાણ બનાવવા માટે કામ કર્યું છે.
10:02 AM
એસબીઆઈ કાર્ડ્સની લિસ્ટિંગ પર બજારનો ઘટાડો ભારી પડી ગયો છે. શેર 755 ના ઈશ્યુ પ્રાઇઝના મુકાબલે 13 ટકા ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો છે.
10:00 AM
કેટલાક રાજ્યોમાં સિનેમા હૉલ બંધ થવાથી પીવીઆરમાં ભારી ઘટાડો જોવાને મળી રહ્યો છે. શેર 13 ટકા લપસીને કારોબાર કરી રહ્યો છે. ડિસેમ્બર 2016 ની બાદ સૌથી નીચા સ્તર પર જોવામાં આવી રહ્યો છે. જ્યારે આઈનોક્સ લિઝરમાં પણ વેચવાલી હાવી થઈ છે.
09:50 AM
ખરાબ પરિણામોની બાવજૂદ યસ બેન્કના શેર 50 ટકાથી વધારે ઉછાળો જોવાને મળી રહ્યો છે. યસ બેન્કના વર્તમાન અને નવા રોકાણકારો પર શેર વેચવાની પાબંદી લગાવી દેવામાં આવી છે. સરકારના નોટિફિકેશના મુજબ રોકાણકાર 3 વર્ષ સુધી 75 ટકા શેર નહીં વેચી શકે. આ પાબંદી રિટેલ રોકાણકારો પર પણ લાગૂ થશે. ડિસેમ્બર ક્વાર્ટરમાં બેન્કોના 18564 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે.
09:46 AM
એસબીઆઈ કાર્ડ્સ એનએસઈ પર 661 રૂપિયા પ્રતિ શેર પર સેટલ થવાની સંભાવનાઓ છે જ્યારે બીએસઈ પર 658 રૂપિયા પ્રતિ શેર પર સેટલ થવાની સંભાવના છે. આશરે 13 ટકા ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગના સંકેત જોવામાં આવી રહ્યા છે.
આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 32300 ની નીચે જ્યારે નિફ્ટીએ 9,441.60 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 5 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 2.09 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 5.06 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.26 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1809.32 અંક એટલે કે 5.31 ટકાના ઘટાડાની સાથે 32294.16 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 511.75 અંક એટલે કે 5.14 ટકા ઘટીને 9443.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, ઑટો, રિયલ્ટી, એફએમસીજી, આઈટી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં 6.49-3.05 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 5.53 ટકા ઘટાડાની સાથે 23774.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
દિગ્ગજ શેરોમાં વેદાંતા, ઈન્ડસઈન્ડ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાઈટન, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક અને એચડીએફસી 7.16-9.10 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં યસ બેન્ક 26.22 ટકા સુધી વધ્યો છે.
મિડકેપ શેરોમાં હેક્ઝાવેર ટેક, પ્રેસ્ટીજ એસ્ટેટ, હુડકો, ફ્યુચર રિટેલ અને ઈન્ડિયન હોટલ્સ 12.89-9.74 ટકા સુધી લપસ્યા છે. જ્યારે આલ્કેમ લેબ્સ 0.88 ટકા વધ્યો છે.
સ્મૉલકેપ શેરોમાં પીવીઆર, હેક્ઝાવેર ટેક, રૂબફિલા, પ્રેસ્ટીજ એસ્ટેટ અને શિવા ટેક્સયર્ન 16.83-11.62 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સંઘવિ મુવર્સ, જેનરિક એન્જીનયર્સ, પંજાબ કેમિકલ્સ, ટીસીપીએલ પેકિંગ અને સિયારામ સિલ્ક 19.29-4.74 ટકા સુધી મજબૂત થયા છે.