11.10 AM
11.10 AM
મેક્સ ફાઇનાન્શિયલએ બતાવ્યું છે કે તે યસ બેન્કમાં લગભગ 2000 કરોડનું એક્સપોઝર ધરાવે છે. મોટાભાગના એક્સપોઝર યસ બેન્કના ટાયર -2 બોન્ડમાં છે.
11.05 AM
ફેબ્રુઆરીમાં મારુતી સુઝુકીનું કુલ પ્રોડક્શન વાર્ષિક આધાર પર 5.3 ટકાથી ઘટીને 1.4 લાખ યુનિટ રહ્યું છે.
11.00 AM
એસબીઆઈનો શેર 6 માર્ચે લગભગ 11 ટકા ઘટી ગયો છે. સ્ટેટ બેન્કના હિસ્સેદારી લેવાના અહેવાલથી ઘટાડો આવ્યો છે.
10.45 AM
યસ બેન્કના સંકટથી બજારનો મૂડ બગડી ગયો છે. 3 ટકાના ઘટાડા સાથે નિફ્ટી 11000 ની નીચે ઘટી ગયો છે. બેન્કિંગ શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 1200 અંકનો ઘટાડો થયો છે.
10.00 AM
આરબીઆઈના કડક પગલાને કારણે યસ બેન્કનો શેર 35 ટકાની ઝડપી ઘટાડો થયો છે. રિઝર્વ બેન્કે 50,000 રૂપિયાથી વધુ ઉપાડ પર 3 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઈએ બેન્કે મેનેજમેન્ટ કંટ્રોલ પણ પોતાના હાથમાં લઈ લીધું છે.
09.50 AM
યસ બેન્કમાં રોકાણની સૈદ્ધાંતિક મંજૂરીથી એસબીઆઈમાં ઝડપી ઘટાડો થયો છે. પરંતુ હવે તે નીચલા સ્તરથી 6 ટકાથી વધુની રિકવરી જોવા મળી રહી છે. એસબીઆઇના ચેરમેન આજે નાણાં પ્રધાનને મળી શકે છે. આ મીટિંગમાં આગળની રણનીતિ પર ચર્ચા સંભવ છે.
09.40 AM
યસ બેન્ક પર જેપી યોર્ગને 1 રૂપિયાનું લક્ષ્ય આપ્યું છે. તો મેક્વાયરીએ કહ્યું કે બેન્કની કુલ સંપત્તિ સમાપ્ત થઈ ગઈ છે, એસબીઆઇ અને અન્ય બેન્કોએ 1 રૂપિયામાં હિસ્સો લેવો જોઈએ.
09.35 AM
આજના કારોબારમાં બધા સેક્ટોરલ ઇન્ડેક્સ પર ભારી દબાણ, બેન્કિંગ અને ફાઇનાન્સના બાદ રિયલ્ટી અને મેટલ શૅરમાં સૌથી વધુ ઘટાડો છે. ઓટો અને એફએમસીજી ઈન્ડેક્સ પણ 2 ટકાથી વધુ ઘટ્યો છે.
09.29 AM
સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 37,011.09 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 10,827.40 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.
મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 3.72 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 4.06 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 3.12 ટકા ઘટીને કારોબાર થઈ રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1000.69 અંક એટલે કે 2.60 ટકાના ઘટાડાની સાથે 37469.92 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 306.60 અંક એટલે કે 2.72 ટકા ઘટીને 10962.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, પીએસયુ બેન્ક, મેટલ, રિયલ્ટી, આઈટી, ફાર્મા, ઑટો, એફએમસીજી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં 5.96-1.65 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 4.55 ટકા ઘટાડાની સાથે 27503.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા મોટર્સ, એસબીઆઈ, હિંડાલ્કો, ટાટા સ્ટીલ, ઝિ એન્ટરટેનમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને આઈઓસી 14.95-4.48 ટકા સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં એચયુએલ 0.25 ટકા સુધી વધ્યા છે.
મિડકેપ શેરોમાં એડલવાઇઝ, આરબીએલ બેન્ક, મેક્સ ફાઈનાન્શિયલ, નિપ્પોન અને એયુ સ્મૉલ ફાઈનાન્સ 13.09-10.04 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ઓરિએન્ટલ બેન્ક અને ગ્લેક્સોસ્મિથ કંઝ્યુમર 0.74-0.52 ટકા સુધી ઉછળા છે.
સ્મૉલકેપ શેરોમાં થનગમાયિલ, આહુલવાલિયા, ઓરિએન્ટ રિફ્રેક્ટ, ટીલ અને ધ હાઈ-ટેક 19.33-9.79 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં જેએસડબ્લ્યુ હોલ્ડિંગ્સ, સિરેબ્રા, અંબિકા કોટન, કોન્ફિડેન્સ પેટ્રો અને પ્રાઇમ ફોક્સ 4.48-1.46 ટકા સુધી મજબૂત થયા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.