02.05 PM
02.05 PM
ભારતમાં કોરોનાના વધતા જતા બજાર પણ ગભરાય ગયું છે. નિફ્ટી બેન્કમાં 900 અંકનું નુકસાન જોવા મળી રહ્યું છે. એસબીઆઈ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્કમાં 3-4 ટકાનો ઘટાડો થયો છે. નિફ્ટીએ પણ 11150 નું સ્તર તોડ્યું છે.
01.10 PM
માર્કેટમાં વેચાણ વધ્યું છે, જેના કારણે નિફ્ટી 11200 ના નીચે આવી ગયો છે. પ્રાઇવેટ બેન્કોમાં ઝડપી વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી બેન્ક 600 અંક ઘટી ગયો છે. આજે મેટલ અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. કોરોનાના ડર વધવાથી એવિએશન શૅર પણ ઘટ્યા છે. જો કે કેમિકલ, ફાર્મા, આઈટી શેરોમાં ખરીદી જોવા મળી રહી છે.
12.55 PM
બજાર નબળું યથાવત રહી છે. સેન્સેક્સ આશરે 350 અંકના ઘટાડા સાથે 38310 ના સ્તરની નજીક કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટી લગભગ 95 અંક ઘટીને 11205 ના આસપાસ જોવા મળી રહ્યો છે.
12.15 PM
સન ફાર્માના શેર સતત બીજા દિવસે તેજી રહી છે. કંપનીના શેર 9.2 ટકાથી વધીને 161.70 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા ત્રણ મહિનામાં આ સૌથી મોટી તેજી છે. એનએસઈ નિફ્ટી 500 માં બીજી સૌથી સારી પરફૉર્મન્સ આપવા વાળી કંપની છે. પાછલા બે ટ્રેડિંગ સેશનમાં તેનો રિટર્ન 12 ટકા રહ્યો છે.
12.00 AM
યુ.એસ.માં દરોમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે અને તે 44000 ની નજીક પહોંચી ગયો છે. એમસીએક્સ પર 3 દિવસમાં સોનામાં 2200 રૂપિયાનો વધારો થયો છે.
11.15 AM
આજે મળેલી કેબિનેટ અને સીસીઈએની બેઠકમાં કંપની એક્ટમાં બદલવનો પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે, 10 ટકા પીએસયૂ બેન્ક અને એર ઇન્ડિયા માટે એફડીઆઈ નિયમોમાં બદલાવના પ્રસ્તાવને પણ મંજૂરી મળી ગઇ છે.
11.00 AM
બજારમાં ઘટાડામાં વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 282 અંકના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 74 અંકના ઘટાડા સાથે 11,300 ની નીચે આવી ગયો છે. બેન્ક નિફ્ટી 1.50 ટકા ઘટીને લગભગ 28,742.25 ના સ્તર પર કારોબાર કરી રહી છે. ફાર્મા શેરો સિવાય નિફ્ટીના તમામ સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે.
10.18 AM
બજારમાં ઉતાર-ચાઢવ જોવા મળી રહ્યો છે. નિફ્ટી નીચલા સ્તરેથી સુધરીને 11300 ના ઉપર પહોંચી ગયો છે. પરંતુ મિડકેપ અને નિફ્ટી બેન્કમાં નબળાઇ જોવા મળી રહી છે. એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઇન્ડસઇન્ડ અને એસબીઆઇએ બજાર પર દબાણ બનાવ્યું છે.
10.00 AM
પ્રમોટરે કંપનીના શેર ખરીદ્યા હોવાથી અને યુ.એસ.માં ફિક્સિંગ કેસની સેટલમેન્ટની આશા વધારીને સન ફર્મા નીચા સ્તરેથી ટકાવારી વધારી છે. સ્પાર્ક પણ 10 ટકા વદ્યો છે.
09.55 AM
કોરોના સંકટથી નિફ્ટી માટે વિશ્વના મોટી સેન્ટ્રલ બેન્ક એક્શનમાં છે. યુએસ ફેડ અને હોંગકોંગ સેન્ટ્રલ બેન્કે દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. દક્ષિણ કોરિયા અને વલ્ડ બેન્કે રાહત પેકેજની જાહેરાત કરી છે. આજે બજાર આરબીઆઈ પાસેથી રેટ ઘટાડાની રાહ જોઈ રહ્યું છે.
09.45 AM
દવાઓ માટે કાચો માલ બનાવતી કંપનીઓ માટે રાહત પેકેજ શક્ય છે. સરકાર દવાની અછતને રોકવા માટે ઝડપી નિર્ણય લઈ શકે છે. એપીઆઈ એક્પોર્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
09.40 AM
આજે સરકારી બેન્કોની પણ નજર બજાર પર રહેશે. બેન્ક મર્જરને આજે કેબિનેટની મંજૂરી મળી શકે છે. આ સમાચાર ટાંકવામાં આવેલા સૂત્રો પાસેથી આવ્યા છે. 10 બેન્કોનું મર્જર 1 એપ્રિલે થવાનું છે.
09.35 AM
સન ફાર્માના પ્રમોટરો કંપનીના શેરની જોરદાર ખરીદી કરી રહ્યા છે. ગઈ કાલે ખુલ્લા બજાર માંથી સંઘવી ફાઇનાન્સના આશરે 20 લાખ શૅર ખરીદ્યા છે. ગઈકાલે સ્ટોક 3 ગણા વોલ્યુમ સાથે 7 ટકા વધ્યો હતો.
09.30 AM
એસબીઆઇ કાર્ડના આઈપીઓમાં પૈસા લગાવાનો આજે ત્રીજો દિવસ છે. ગઈકાલ સુધી આ મુદ્દો 87 ટકા ભરેલો હતો. સ્ટાફનો હિસ્સો પૂરો ભરાય ગયો છે. ઇશ્યૂનો પ્રાઈસ બેન્ડ 750 થી 755 રૂપિયા પ્રતિ શૅર છે.
09.25 AM
આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 38,508.18 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 11,267.65 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.83 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.83 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.63 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 102.40 અંક એટલે કે 0.27 ટકાના ઘટાડાની સાથે 38521.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 32.20 અંક એટલે કે 0.28 ટકા ઘટીને 11271.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, ઑટો, રિયલ્ટી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં 0.12-0.76 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.60 ટકા ઘટાડાની સાથે 29002.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એફએમસીજી અને આઈટી શેરોમાં ખરીદારીનું વલણ દેખાય રહ્યુ છે.
દિગ્ગજ શેરોમાં વેદાંતા, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, પાવર ગ્રિડ, કોલ ઈન્ડિયા, ઝિ એન્ટરટેનમેન્ટ અને એનટીપીસી 1.15-2.51 ટકા સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં બજાજ ઑટો, એશિયન પેંટ્સ, ટાઇટન, ટીસીએસ, એચસીએલ ટેક અને ભારતી ઈન્ફ્રાટેલ 0.91-1.99 ટકા સુધીનો વધારો દર્જ કરવામાં આવ્યો છે.
મિડકેપ શેરોમાં એક્સાઇડ ઈન્ડસ્ટ્રીઝ, એન્જીનયર્સ ઈન્ડિયા, હિંદુસ્તાન એરોન, નાલ્કો અને સ્ટરલાઇટ ટેક્નો 3.09-2.29 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ઈન્ડિયાબુલ્સ વેન્ચર, એનબીસીસી(ઈન્ડિયા), જિલેટ ઈન્ડિયા, થોમસ કૂક અને એલેમ્બિક ફાર્મા 1.79-1.18 ટકા સુધી ઉછળા છે.
સ્મૉલકેપ શેરોમાં ટોલબ્રોસ ઑટો, મેપ ઈન્ફ્રા, પીજી ઈલ્ક્ટ્રોપ્લાસ્ટ, સિમ્પલેક્સ ઈન્ફ્રા અને પીવીઆર 6.19-4.25 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં નહેર એન્ટરપ્રાઇઝ, સંધવી મુવર્સ, ફ્યુચર માર્કેટ, એસવીપી ગ્લોબલ અને થિરૂમલાઈ કેમિકલ્સ 13.82-5.71 ટકા સુધી મજબૂત થયા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.