29 ડિસેમ્બરે ભારતીય બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. સેન્સેક્સ 192.5 અંક એટલે કે 0.29 ટકાના ઘટાડાની સાથે 72,210.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે નિફ્ટી 63.45 અંક એટલે કે 0.29 ટકાના ઘટાડાની સાથે 21715.25 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. વર્ષના અંતિમ ટ્રેડિંગ સપ્તાહમાં માર્જિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.



