Market Outlook: 20 ઓક્ટોબરના રોજ અસ્થિર ટ્રેડિંગ સત્રમાં ભારતીય ઇક્વિટી સૂચકાંકો વધારા સાથે બંધ થયા.
Market Outlook: 20 ઓક્ટોબરના રોજ અસ્થિર ટ્રેડિંગ સત્રમાં ભારતીય ઇક્વિટી સૂચકાંકો વધારા સાથે બંધ થયા. નિફ્ટી 25,800 ની ઉપર બંધ થયો. સેન્સેક્સ 411.18 પોઈન્ટ અથવા 0.49 ટકા વધીને 84,363.37 પર અને નિફ્ટી 133.3 પોઈન્ટ અથવા 0.52 ટકા વધીને 25,843.15 પર બંધ થયો. લગભગ 2,217 શેર વધ્યા, 1,648 ઘટ્યા અને 170 શેર યથાવત રહ્યા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, સિપ્લા અને ડૉ. રેડ્ડીઝ લેબ્સ નિફ્ટીમાં ટોપના ગેનરો રહ્યા. ICICI બેંક, એટરનલ, અદાણી પોર્ટ્સ, JSW સ્ટીલ અને M&M ટોપના લૂઝર રહ્યા. BSE મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા વધ્યો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.6 ટકા વધ્યો. સેક્ટોરિયલ ઈન્ડેક્સો પર નજર કરીએ તો, PSU બેંક ઇન્ડેક્સ 3 ટકા, તેલ અને ગેસ અને ટેલિકોમ 1-1 ટકા વધ્યા, જ્યારે ફાર્મા, રિયલ્ટી, મેટલ અને આઈટી 0.5 ટકા વધ્યા.
બીજા ક્વાર્ટરના મજબૂત પરિણામો બાદ આજે પ્રાઈવેટ સેક્ટરના બેંક શેરોમાં તીવ્ર વધારો જોવા મળ્યો. આના કારણે 20 ઓક્ટોબરના રોજ બેંક નિફ્ટી નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો. સેક્ટરલ ઇન્ડેક્સ 500 પોઈન્ટ અથવા લગભગ 1 ટકા વધીને 58,261.55 પર પહોંચ્યો.
આજની તેજી છતાં, વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે નિફ્ટીને 25,900 ની આસપાસ પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના આનંદ જેમ્સનું કહેવુ છે કે જો ઇન્ડેક્સ 26,018 થી ઉપર ટકી રહેવામાં નિષ્ફળ જાય, તો અસ્થિરતા વધી શકે છે. નિફ્ટી માટે તાત્કાલિક ટેકો 25,630 ની આસપાસ જોવા મળી રહ્યો છે.
ચોઇસ બ્રોકિંગના ડેરિવેટિવ્ઝ વિશ્લેષક હાર્દિક મટાલિયાનું કહેવુ છે કે જો ફરીથી વેચાણ દબાણ વધે અને બેંક નિફ્ટી 57,500 થી નીચે આવે, તો કરેક્શન 57,000 અને 56,850 સુધી લંબાઈ શકે છે. નિફ્ટી માટે તાત્કાલિક અપસાઇડ પ્રતિકાર 58,000 પર છે. તે પછી, આગામી મુખ્ય પ્રતિકાર 58,300 અને 58,683 પર છે.
LKP સિક્યોરિટીઝના સિનિયર ટેકનિકલ વિશ્લેષક રૂપક ડેએ જણાવ્યું કે બજાર ગેપ-અપ સાથે ખુલ્યું અને દિવસભર વધઘટ રહી. ઉપર તરફ, નિફ્ટી 25,926 ની ઊંચી સપાટીને સ્પર્શ્યો અને 25,850 ની આસપાસ બંધ થયો. ઊંચા સ્તરે થોડી નફા-બુકિંગ હોવા છતાં, એકંદર સેન્ટિમેન્ટ મજબૂત રહેવાની શક્યતા છે. ટૂંકા ગાળામાં, નિફ્ટી 26,000-26,200 તરફ આગળ વધી શકે છે. જ્યાં સુધી ઇન્ડેક્સ 25,700 થી ઉપર રહેશે, ત્યાં સુધી ટેકનિકલ સેટઅપ સકારાત્મક રહેશે. આ સ્તરથી નીચે જવાથી વધુ કોન્સોલિડેશન થઈ શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.