નિર્ભયાના દોષીઓ દ્વારા ફાંસીને રોકવાના પ્રયત્નો સતત ચાલુ છે. સુપ્રીમ કોર્ટે આજે દોષીત પવન ગુપ્તાની ક્યુરેટિવ અર્જી ફગાવી દીધા બાદ તેણે હવે રાષ્ટ્રપતિ પાસે દયા અર્જી કરી છે. 4 દોષીતોમાં માત્ર પવન ગુપ્તા છે જેણે તેના બધા કાયદાકીય પગલાને વાપર્યા ન હતા. બધા ચાર દોષીતોને ત્રીજી માર્ચ એટલે કે આવતીકાલે ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.