2012 નિર્ભયા ગેંગરેપ મામલામાં આજે ટ્રાયલ કોર્ટે નવું ડેથ વોરન્ટ રજૂ કર્યું છે. ચારેય દોષીને હવે 20મી માર્ચના સવારે સાડા પાંચ વાગ્યે ફાંસી આપવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પવન ગુપ્તાની દયા અર્જીને ફગાવી દેતા જેલ વહીવટી તંત્ર કોર્ટ ગયા હતા અને ચારેય દોષી માટે ડેથ વોરન્ટની માગ કરી હતી.