યસ બેન્ક પોતાના ગ્રાહકો પર ફરીથી વિશ્વાસ મેળવવા પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. યસ બેન્કની સેવાઓ આવતીકાલથી શરૂ થશે. બોર્ડની રચના માટે રિકન્સટ્રક્શન સ્કીમ છે. એસબીઆઈ સિવાય 7 બેન્કોનું રૂપિયા 10,000 કરોડનું રોકાણ કરશે. ક્વાર્ટર 3 માં બધી એનપીએની ઓળખ થઈ છે.
ક્વાર્ટર 3 માં પ્રોવિઝનિંગ વધારવામાં આવી છે. સંપૂર્ણ રિકન્સટ્રક્શન સ્કીમ 13 દિવસમાં લાગૂ થશે. Moratorium આવતીકાલે સાંજે 6 કલાકથી હટશે. યસ બેન્કની ટીમ ગ્રાહકો સાથે સંપર્ક કરી રહી છે. NEFT, RTGS અને IMPS ની સેવાઓ ઉપલબ્ધ છે. બેન્કના બધા એટીએસમાં પૂરતી માત્રામાં રોકડ છે.
લિક્વિડિટીની કોઈ સમસ્યા નથી. ગ્રાહકોની શંકાઓનું સમાધાન કરાશે. ગત દિવસોની સેવાઓથી ગ્રાહકો ઘણા ખુશ છે. ગ્રાહકોના નાણા સંપૂર્ણપણે સુરક્ષિત છે. ગ્રાહકો ડિપોઝિટ અંગે ચિંતા ન કરે. અત્યાર સુધી 1/3 ગ્રાહકોએ રૂપિયા 50,000 ઉપાડ્યા છે.