દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થઇ ચૂક્યા છે. દિલ્હીમાં હજૂ પણ લોકોમાં હિંસાનો ભય જોવા મળી રહ્યો છે. પરંતુ રાજકીય પક્ષો આ મામલે પોતાની જ રમત રમી રહ્યાં છે. આજે સંસદ પરિષદથી લઇને સંસદની અંદર સુધી વિપક્ષે દિલ્હી હિંસાનો વિરોધ કર્યો છે. આજે સંસદના બજેટ સત્રનો બીજા તબક્કો હોબાળા સાથે શરૂ થયો. આમ આદમી પાર્ટી અને TMCના સાંસદોમાં દિલ્હી હિંસાના વિરોધમાં સંસદ પરિષદમાં પ્રદર્શન કર્યું.