2012 નિર્ભયા ગેંગરેપ મામલામાં દોષી પવન ગુપ્તાની દયા અર્જીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. સોમવારે પવન ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ક્યુરેટિવ અર્જીને ફગાવી દેતા અંતિમ રસ્તા તરીકે તેણે રાષ્ટ્રપતિને દયા અર્જી કરી હતી પરંતુ હવે એ પણ અર્જી રાષ્ટ્રપતિએ ફગાવી દીધા બાદ હવે કોઇ રસ્તો નથી. આ સાથે દિલ્હી હાઇકોર્ટે આજે NHRC દ્વારા ચારેય દોષીઓની માનસીક અને શારિરીક સ્થિતિ જાણવા માટે કરેલી અર્જીને પણ ફગાવી દીધી છે.