યસ બેન્ક માટે ડ્રાફ્ટ પ્લાન રજૂ - presents a draft plan for yes bank | Moneycontrol Gujarati
Get App

યસ બેન્ક માટે ડ્રાફ્ટ પ્લાન રજૂ

આ રોક 3 એપ્રિલ સુધી લાગૂ કરવામાં આવી છે. જોકે આ રોક લગાવવાના એક દિવસ બાદ RBIએ ડ્રાફ્ટ પ્લાન રજૂ કરી દીધો છે.

અપડેટેડ 09:13:17 AM Mar 09, 2020 પર
Story continues below Advertisement

યસ બેન્ક પર સરકારે મોરેટોરિયમ પીરિયડ લગાવી દીધો છે એટલે કે યસ બેન્ક પર અણૂક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. ગઇકાલે સાંજે 6 વાગ્યાથી બેન્કના કોઇ પણ ખાતાધારક તેના ખાતા માંથી રૂપિયા 50 હજારથી વધુનો ઉપાડ નહીં કરી શકે. આ રોક 3 એપ્રિલ સુધી લાગૂ કરવામાં આવી છે. જોકે આ રોક લગાવવાના એક દિવસ બાદ RBIએ ડ્રાફ્ટ પ્લાન રજૂ કરી દીધો છે.

પ્લાન પ્રમાણે યસ બેન્કનું નવું ઑથોરાઇઝ્ડ કેપિટલ 5 હજાર કરોડ રૂપિયા રહેશે. આ સાથે ઇક્વિટી શૅર્સમાં ફેરફાર કરીને 2400 કરોડના કર્યા એટલે કે તેની ફેસ વેલ્યુ 2 રૂપિયા પ્રતિ શૅર રહેશે. SBI નવા બેન્કના માળખામાં 49 ટકા હિસ્સા માટે કુલ 2450 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ સાથે SBI મૂડીકરણના 3 વર્ષ પહેલા તેનો હિસ્સો 26 ટકાથી ઓછો નહીં કરે. આ સાથે નવા પ્લાન પ્રમાણે યસ બેન્કનું નવું બોર્ડ બનાવવામાં આવશે જેમાં SBIના 2 નોમિની ડાયરેક્ટર્સ રહેશે.

નવા બોર્ડમાં RBI એડિશનલ ડાયરેક્ટરની નિમણૂક કરશે. નવા યસ બેન્કના બોર્ડમાં 6 સભ્યો રહેશે. જેમાં MD અને CEOની સાથે 1 નૉન એક્ઝિક્યુટિવ ચેરમેન અને 2 નૉન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ પણ રહેશે. આ સાથે હાલના કર્મચારીઓને પહેલા જેટલો જ પગાર મળશે અને તેઓ 1 વર્ષ સુધી કામ કરી શખશે.

તો સમાચાર મળતા જ સુરતમાં લોકો મોડી રાતથી યસ બેન્કની બહાર લાંબી લાઇન લગાવીને ઉભા હતા. તો વહેલી સવારથી પણ ગ્રાહકો પૈસા લેવા લાંબી કતાર લગાવીને ઉભા રહ્યા.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 06, 2020 6:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.