દુનિયાભરમાં કોરોના વાઈરસથી 5120 લોકોના મોત થયા છે. તો કોરોનાથી USમાં 41 લોકોનાં મોત થતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇમરજન્સી જાહેર કરી છે. ઇમરજન્સી લાગુ થતાં અમેરિકામાં સાર્વજનિક અને ખાનગી સંસ્થાઓ બંધ કરવામાં આવી શકે છે. ઘણા કાર્યક્રમ અને મોટી સભાઓ રદ અથવા મોકૂફ કરવામાં આવી શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમરજન્સી જાહેરાત કરતા આ સંકટનો સામનો કરવા 50 બિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી છે. સત્તાવાર આંકડા અનુસાર કોરોના વાઇરસના કારણે અમેરિકામાં 41 લોકોના મોત થયા છે. જ્યારે 1740 લોકોને ચેપ લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, યુરોપ હવે કોરોના વાઈરસ મહામારીનું કેન્દ્ર બની ગયું છે.