દ્વારકામાં છવાયો વરસાદી માહોલ - rainy atmosphere surrounded by dwarka | Moneycontrol Gujarati
Get App

દ્વારકામાં છવાયો વરસાદી માહોલ

ડાંગના પર્વતિય વિસ્તારમાં ગઇકાલથી વાદળછાયું વાતાવરણ છે.

અપડેટેડ 09:30:27 AM Mar 06, 2020 પર
Story continues below Advertisement

તો દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટરબન્સ સર્જાયું છે જેના કારણે વરસાદની આગાહીના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ડાંગના પર્વતિય વિસ્તારમાં ગઇકાલથી વાદળછાયું વાતાવરણ છે તો દ્વારકા અને તેની નજીકના અનેક વિસ્તારો વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે. તો સારો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ઉનાળાના પ્રારંભે કચ્છમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે વાતાવરણીય વિષમતાના કારણે પશ્ચિમ કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજા ઉનાળામાં મહેરબાન થયા હોય તેવી પ્રતીતિ થઈ છે.

લખપત અને અબડાસામાં ઝરમર વરસાદ વરસ્યો પરંતુ નખત્રાણામાં ધોધમાર મુશળધાર વરસાદ વરસ્યો છે. નખત્રાણાના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. મોસમી હવામાનની અસરને કારણે નખત્રાણામાં ધોધમાર વરસાદ તૂટી પડતા નગરજનોમાં ચોમાસાની ચર્ચાઓ જાગી હતી.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 05, 2020 5:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.