પ્રશાંત કુમારનું કહેવુ છે કે અમારી સૌથી પહેલી પ્રાયોરિટી ગ્રાહકો છે. અન્ય બેન્કના ATMs યસના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. તમામ બેન્કિંગ સર્વિસ ત્વરિત ચાલુ કરવા પર ભાર છે. 14 માર્ચે અમારા ત્રિમાસિક પરિણામ જાહેર કરીશુ. એકાદ બે દિવસમાં મૂડીની જરૂરીયાત સ્પષ્ટ થશે.
પ્રશાંત કુમારનું કહેવુ છે કે RBI બેન્કના રીકન્સટ્રક્શન માટે મદદ કરી રહી છે. RBI ટૂંક સમયમાં રીકન્સટ્રક્શન યોજના રજૂ કરશે. SBIના પીઠબળે નવા રોકાણકારો રોકાણ માટે ઉત્સુક છે. SBI સાથે મર્જરનો કોઈ સવાલ જ ઉદ્બવતો નથી. મોરેટોરિયમ સમાપ્ત થતા સુધીમા સ્થિતિ થાળે પડશે. યસ બેન્ક સ્વતંત્ર બેન્કની જેમ જ કામ કરશે.