બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
યસ બેન્ક -
બધા ડિપોઝિટરસ્ માટે રાહતના સમાચાર. આજથી યસ બેન્કમાં થશે સામાન્ય સેવાઓ શરૂ. આજથી ઉપાડની મર્યાદા થશે પૂર્ણ. સાંજે 6 વાગ્યે હટશે પ્રતિબંધ.
ડૉ.લાલ પેથલેબ્સ -
ખાનગી લેબ્સને કોરોનાના તપાસની મંજૂરી શક્ય. ICMR કરી રહ્યા છે વિચાર. કોરોનાની તપાસ મફત કરવાની અરજી.
ટાટા મોટર્સ/મધરસન સુમી/માસ્ટેક/ટેક મહિન્દ્રા -
બ્રિટેનએ $398 અરબ પેકેજની જાહેરાત કરી. બ્રિટેનના નાણામંત્રી રિશી સુનકે કરી જાહેરાત. લોન અને ગેરંટીના રૂપમાં રાહત પેકેજ. ઈન્ડસ્ટ્રીને કોરોનાના સંકટથી બહાર કાઢવા માટે મદદ.
અદાણી ગ્રુપ -
અદાણી ટ્રાન્સમિશનના પ્રમોટર્સે 4.55 કરોડ શેર ગિરવે મુક્યા. અદાણી એન્ટરપ્રાઇઝના પ્રમોટર્સે 5.07 કરોડ શેર ગિરવે મુક્યા. અદાણી પોર્ટ્સના પ્રમોટર્સે 9.12 લાખ શેર ગિરવે મુક્યા. અદાણી ગ્રીન પ્રમોટર્સે 2.82 કરોડ શેર ગિરવે મુક્યા.
વોડાફોન આઈડીયા -
સુપ્રિમ કોર્ટમાં આજે AGR મામલે સુનવણી.