Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર
09 ઓક્ટોબરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1308 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 864 કરોડ રૂપિયાની ખરીદારી કરી.
Stock Market Today: GIFT નિફ્ટી 25,240 ની લોઅરને ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની ફ્લેટ ટુ નેગેટિવની શરૂઆત દર્શાવે છે.
Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 10 ઓક્ટોબરના ફ્લેટ ટુ નેગેટિવની સાથે ખુલવાની સંભાવના છે. ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોએ અગાઉના સત્રના ઘટાડાને દૂર કરીને ઉચ્ચ સ્તર પર બંધ થયા, જેમાં 9 ઓક્ટોબરના રોજ નિફ્ટી 25,200 ની નજીક બંધ રહ્યો, જેનું નેતૃત્વ તમામ સેક્ટરોમાં ખરીદી દ્વારા કરવામાં આવ્યું. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.49 ટકા વધીને 82,172.10 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.54 ટકા વધારાની સાથે 25,181.80 ના સ્તર પર બંધ થયા હતા.
કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.
GIFT NIFTY
GIFT નિફ્ટી 25,240 ની લોઅરને ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની ફ્લેટ ટુ નેગેટિવની શરૂઆત દર્શાવે છે.
નિફ્ટી 50 માટેના મુખ્ય સ્તરો:
પીવટ પોઈન્ટ પર આધારિત સપોર્ટ: 25,202, 25,243 અને 25,310
પીવટ પોઈન્ટ પર આધારિત પ્રતિકાર: 25,068, 25,027 અને 24,960
ગ્લોબલ માર્કેટના સંકેત
ભારતીય બજાર માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની સતત ત્રીજા દિવસે કેશમાં ખરીદારી જોવા મળી. વાયદામાં થોડુ કવરિંગ છે. જો કે ગિફ્ટ નિફ્ટી પર મામુલી દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે. ત્યાંજ US INDICESમાં ગઇકાલે ઘટાડો આવ્યો.
વૈશ્વિક બજારોની સ્થિતિ
ગઈકાલે અમેરિકાના બજારમાં નફાવસૂલી જોવા મળી. કાલે NVIDIAનો શેર 2% વધ્યો. NVIDIAની માર્કેટ કેપ $4.7 લાખ કરોડની નજીક છે.
પૂર્ણ થશે યુદ્ધ?
ઈઝરાયેલની ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત લેશે. બંધકોની મુક્તિ સમયે હાજર રહેશે. હમાસ ચીફે યુદ્ધ પૂર્ણ કરવાની જાહેરાત કરી. ઈઝરાયેલના વિદેશ મંત્રીએ યુદ્ધવિરામની પુષ્ટિ કરી. ઈઝરાયેલ 2000 પેલેસ્તીનવાસીઓને મુક્ત કરશે. ઈઝરાયેલ ગાઝાને મદદ પણ કરશે.
અમેરિકામાં સંકટ યથાવત્
9મા દિવસમાં શટડાઉન પહોંચ્યું. બન્ને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ યથાવત્ છે. ટ્રમ્પે કહ્યું ફેડરલ બ્યૂરોકસીમાં છટણી શક્ય છે. સેનેટે આવતા સપ્તાહે રજાની યોજના રદ્દ કરી.
રેર અર્થ શેર્સમાં તેજી
ચીને રેર અર્થ એક્સપોર્ટ પર કડકાઈ વધારી. ટ્રમ્પ-શી જિનપિંગની બેઠક પહેલા નિયમો કડક છે. વિદેશી કંપનીઓએ હવે લાઈસન્સ લેવું પડશે. એક્સપોર્ટ માટે હવે લાઈસન્સ લેવું પડશે. કાલે 4-15% રેર અર્થ કંપનીઓના શેર વધ્યા.
ફેડ અધિકારીઓના નિવેદન
માઇકલ બર્રે કહ્યું કાપ પહેલા સાવધાની જરૂરી છે. માઇકલ બર્રે અમેરિકાના ફેડના ગવર્નર છે. જૉન વિલિયમ્સે કહ્યું આ વર્ષે વધુ એક કાપ થઇ શકે છે. જૉન વિલિયમ્સ ન્યૂયૉર્ક ફેડના પ્રેસિડન્ટ છે.
વડાપ્રઝાન મોદીનું ટ્વીટ
મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી. હમાસ-ઈઝરાયેલ શાંતી વાર્તા માટે અભિનંદન આપ્યા. ટ્રેડવાર્તા પર થયેલી પ્રગતિની પણ સમિક્ષા પણ કરી. અમે સતત સંપર્કમાં રહીશું.
એશિયાઈ બજાર
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 2.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.94 ટકાના ઘટાડાની સાથે 48,124.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.05 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર બંધ છે. જ્યારે હેંગસેંગ 1.08 ટકાના ઘટાડાની સાથે 26,464.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.35 ટકાની તેજી સાથે 3,597.04 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 12.57 અંક એટલે કે 0.37 ટકા લપસીને 3,921.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
યુએસ બોન્ડ યીલ્ડ
શરૂઆતના ટ્રેડિંગમાં 10-વર્ષીય ટ્રેઝરી અને 2-વર્ષીય ટ્રેઝરી પરનું યીલ્ડ અનુક્રમે 4.13 ટકા અને 3.58 ટકાના નજીવા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું.
ડૉલર ઈંડેક્સ
ડોલર ઇન્ડેક્સ, જે છ અન્ય એકમો સામે યુએસ ચલણનું માપન કરે છે, તે 99.4 પર છે, જે બે મહિનાની ઉચ્ચતમ સ્તરની નજીક છે. ઇન્ડેક્સ 1.7% ના વધારા તરફ આગળ વધી રહ્યો છે, જે એક વર્ષમાં તેનો સૌથી મોટો ઉછાળો છે.
FII અને DII આંકડા
09 ઓક્ટોબરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1308 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 864 કરોડ રૂપિયાની ખરીદારી કરી.
F&O બેનમાં આવનારા શેર
F&O સેગમેંટના અંતર્ગત પ્રતિબંધિત પ્રતિભૂતિયોમાં કંપનીઓ સામેલ હોય છે, જેના ડેરિવેટિવ અનુબંધ માર્કેટ વાઈડ પોજીશન લિમિટના 95 ટકાથી વધારે થઈ જાય છે.
એફએન્ડઓ પ્રતિબંધમાં નવા સામેલ કરવામાં આવ્યા સ્ટૉક: નીલ
એફએન્ડઓ પ્રતિબંધમાં યથાવત રાખવામાં આવ્યા સ્ટૉક: આરબીએલ બેંક