ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ જોવા મળી. સુરતના દરેક વિસ્તારમાં દેશી વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. દારૂના અડ્ડા ચલાવા માટે બુટલેગર દ્વારા મોટા હપ્તા વિસ્તારના પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચને આપવામા આવી રહ્યાં છે. સુરતમાં અમરોલી, જહાંગીરપુરા, સરથાણા, પુણા, ઉધના, ડીંડોલી, ઉમરા, પાંડેસરા, સચિન, હજીરા, ખટોદરા વિસ્તારમાં સૌથી વધુ દારૂ વેચાય છે.
શહેરમાં 70 ટકા વિસ્તારમાં દેશી દારૂ અલ્પેશ જાડા નામનો બુટલેગર પૂરો પાડે છે. અંગ્રેજી દારૂનો મોટો જથ્થો શહેરમાં સલીમ ફ્રુટ, ફિરોઝ નાલબંધ આઝાદ, સાજીત મછો, અનિલ કાઠી, આરીફ બંગાળી પૂરો પાડે છે. તો 1.5 કરોડ રૂપિયાનો હપ્તો પણ આ તમામ બુટલેગર સુરત પોલીસને મહિને આપે છે. દારૂના વેપાર માટે પરમિશન શહેર પોલીસની મહત્વની બ્રાન્ચ આપે છે અને બદલામાં મોટી રકમ લે છે.
તો આ તરફ સુરતના ડુમસમાં દરૂની મહેફિલમાં પકડાયેલી 39 યુવકોના જામીન નામંજૂર કરાયા. દારૂની મહેફિલમાં સામેલ 39 યુવકોના જામીન નામંજૂર થયા બાદ તમામને કોર્ટે જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. તમામ આરોપીઓને લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે આરોપીઓના પરિવારજનો આ મામલે કોર્ટની બહાર હોબાળો મચાવ્યો. આરોપીઓના પરિવારજનો અને પોલીસ વચ્ચે બબાલના કારણે આરોપીઓને પાછલા દરવાજેથી લઇ જવામાં આવ્યા.