ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચી ગઇ છે. જ્યારે કે ઇંગ્લેન્ડને સેમિફાઇનલમાં હરાવવાની ઇચ્છા ટીમની પૂરી નહીં થઇ. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં આજે સિડનીમાં પહેલી સેમિફાઇનલમાં વરસાદ પડ્યો. પરંતુ ઇંગ્લેન્ડની સરખામણીએ લીગ મેચમાં સારા પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી ગઇ છે.