મહિલાઓને પુરુષ સમોવડી અને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી. આવી જ અનેક યોજનાઓનો લાભ મેળવીને અમરેલી જીલ્લાની સેંકડો મહિલાઓ આજે સ્વમાનભેર જીવી રહી છે અને એટલું જ નહી પણ આ મહિલાઓ અન્ય મહિલાઓને પણ રોજગારી પૂરી પાડે છે.
અમરેલી જિલ્લાના લીલિયામાં રહેતા આ મહિલા પુષ્પાબેન જોશી આમ તો ગૃહિણી છે પરંતુ છેલ્લા ૩૦ વર્ષથી તેઓ સ્વનીર્ભર છે. નાનપણમાં પોતાના પરિવારની દરિદ્રતા દુર કરવા માટે તેમણે સિલાઈ કામ શરુ કર્યુ હતું અને સ્વનિર્ભર બન્યા હતા. ત્યારબાદ તેઓ હવે અન્ય મહિલાઓને પણ સિલાઈ કામ ની ટ્રેનીંગ આપી સ્વનિર્ભર બનવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
પુષ્પાબેન જોશીના આત્મબળ સાથે સરકારી સહાય પણ તેમના માટે એટલી જ ઉપયોગી સાબિત થઇ છે. આજે સરકારશ્રીની યોજના મારફતે મળેલા સિલાઈ મશીન વડે તેઓ પોતે પૈસા કમાઈ રહ્યા છે અને સાથે જ અનેક બહેનોને પણ સરકારી સહાય અપાવી સ્વનિર્ભર બનાવી રહ્યા છે.
પુષ્પા બેનની સકહ્ત મહેનત અને તેમની સફળતાથી પ્રેરાયને અનેક બહેનો તેમની પાસે સિલાઈ કામની ટ્રેનીંગ લેવા આવે છે. જેમાંથી એક વિધવા બહેન પણ છે. આ વિધવા બહેન આજે સરકારી સહાયથી મળેલા સિલાઈ મશીનના કારણે પોતાનું અને પોતાના સંતાનોનું ભારણ પોષણ કરવા સક્ષમ બન્યા છે.
અમરેલી જીલ્લાની બહેનોને સરળતાથી સરકારી સહાય ઉપલબ્ધ કરાવવા માટે જીલ્લા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ મિશન મંગલમ પ્રોગ્રામ કાર્યરત છે. આ પ્રોગ્રામ અંતર્ગત હાલ કરોડો રૂપિયાની સહાય અને લોન મહિલા મંડળો સુધી પહોચાડવામાં આવી છે જેના થાકી આજે અમરેલી જીલ્લાની મહિલાઓ ગર્વભેર કામ કરી રહી છે.
અમરેલી જીલ્લાની આ મહિલાઓ સરકારની સહાયથી દેશભરમાં એક સ્ટ્રોંગ મેસેજ મોકલે છે. કે મન હોય તો માળવે જવાય. અને અમરેલીની આ મહિલાઓએ સરકારી સહાયની મદદથી તે કરી બતાવ્યું છે.