અર્થવ્યવસ્થા પર કોરોનાની અસરને ઓછા કરવા માટે સરકાર અલગ અલગ સેક્ટર માટે ખાસ પગલાની જાહેરાત કરી શકે છે. CNBC બજારને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે આમાં ફાર્મા, ઇલેક્ટ્રોનિક અને એક્સપોર્ટ સામેલ છે.
અલગ અલગ સેક્ટર માટે ખાસ સ્કીમની તૈયારી છે. PMO, નાણાં મંત્રાલય, ઉદ્યોગ મંત્રાલય, નીતિ આયોગની સાથે થઇ અનેક તબક્કામાં બેઠક છે. જલ્દી કેબિનેટથી મળશે મંજૂરી. ફાર્મા સેક્ટર પર સૌથી વધુ ફોકસ છે. બલ્ક ડ્ર્ગ્સ પાર્ક બનાવવા માટે ખાસ સ્કીમ લાવવામાં આવશે. APIનું ઉત્પાદન વધારવા માટે ઇન્સેન્ટિવ્સ સ્કીમ જલ્દી છે. API કંપનીઓની વિસ્તરણ યોજનાઓને મંજૂરી આપવી પ્રક્રિયા જલ્દી થશે. લૉન્ગ ટર્મમાં ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટનું ઉત્પાદન વધારવા પર જોર છે.
પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (PLI) સ્કીમને કેબિનેટથી જલ્દી મંજૂરી. 5 વર્ષ માટે અંદાજે 40 હજાર કરોડ રૂપિયાની સ્કીમ શક્ય. ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ અને સેમીકન્ડક્ટર માટે ખાસ સ્કીમ (SPECS)ને કેબિનેટથી મંજૂરી જલ્દી. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કલસ્ટર (EMC2) સ્કીમ લાવશે સરકાર. ત્રણેય સ્કીમ માટે ડ્રાફ્ટ કેબિનેટ નોટ તૈયાર, મંજૂરી જલ્દી.
ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ તાત્કાલિક એરલિફ્ટ કરવા પર જોર. એક્સપોર્ટ-ઇમ્પોર્ટમાં રોક ઓછી કરવા માટે ખાસ તૈયારી. બહુ જરૂરી સામાન એરલિફ્ટ કરવાનો નિર્ણય. બીજા દેશોથી ઇમ્પોર્ટ માટે ભારતીય દૂતાવાસને એક્ટિવ કરવામાં આવ્યું. ગાર્મેન્ટ, લેધર, કેમિકલના એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર ફોકસ છે. ચાઇના વન પ્લસ પૉલિસી પર ઝડપથી અમલ છે.