સેન્સેક્સ 1627 અંક વધ્યો, નિફ્ટી 8700 ની ઊપર બંધ - the sensex rose 1627 points closing above the nifty 8700 | Moneycontrol Gujarati
Get App

સેન્સેક્સ 1627 અંક વધ્યો, નિફ્ટી 8700 ની ઊપર બંધ

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર 5 ટકા થી વધારે મજબૂત થઈને બંધ થયા છે.

અપડેટેડ 06:36:29 PM Mar 21, 2020 પર
Story continues below Advertisement

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર 5 ટકા થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 8700 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 29915 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 8,883 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 30,418.20 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 4.18 ટકા વધીને 11,141.38 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 4.03 ટકાની મજબૂતીની સાથે 10,113.36 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1627.73 અંક એટલે કે 5.75 ટકાની મજબૂતીની સાથે 29915.96 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 486.25 અંક એટલે કે 5.88 ટકાની વધારાની સાથે 8749.70 ના સ્તર પર બંધ થયા છે.

આજે આઈટી, એફએમસીજી, ફાઈનાન્સ સર્વિસ, ઑટો, પીએસયુ બેન્ક, ફાર્મા, મેટલ અને રિયલ્ટી શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.95 ટકાના વધારાની સાથે 20,274.55 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ, ઓએનજીસી, ગેલ, એચયુએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ અને ગ્રાસિમ 10.69-22.61 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં એચડીએફસી બેન્ક, અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક અને એક્સિસ બેન્ક 1.60-076 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં જુબિલન્ટ ફૂડ્ઝ, એસ્કોર્ટ્સ, માઇન્ડટ્રી, અપોલો હોસ્પિટલ અને મણાપ્પુરમ ફાઈનાન્સ 21.34-15.83 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ક્વેસ કૉર્પ, જનરલ ઈનશ્યોરન્સ, વરૂણ બેવરેજીસ, થોમસ કૂક અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ 9.99-683 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં જુબિલન્ટ ફૂડ્ઝ, ટેક્સમેકોરેલ ઈન્ફ્રા, જીએમએમ પફયુલડર, શારદા મોટર્સ અને રેમકો 21.34-19.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં મંગલમ સિમેન્ટ, કેડીડીએલ, એસ પી એપયર્સ, ફ્યુચર લાઇફ અને ક્વેસ કૉર્પ 13.48-9.99 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 20, 2020 3:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.