AGRને લઇને દૂરસંચાર વિભાગ જલ્દી જ ટેલિકોમ કંપનીઓના મેનેજીંગ ડાયરેક્ટર, ડાયરેક્ટર્સને નોટિસ મોકલી શકે છે. સૂત્રો પ્રમાણે વિભાગે તમામ કંપનીઓને તેમના અધિકારીઓના નામ અને સરનામાની જાણકારી માંગી છે.
ટેલિકોમ કંપનીઓના MD, ડાયરેક્ટર્સને નોટિસ સંભવ. 23 જાન્યુઆરી સુધી ટેલિકોમ કંપનીઓની બાકી રકમ નથી ચૂકવાઇ. DoTએ ટેલિકોમ કંપનીઓના કંપની સેક્રેટરીઓને નોટિસ મોકલી.